આજે હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 14:02:19
  • Views : 384
  • Modified Date : 2019-11-14 14:02:19

હરિયાણાની 14મી વિધાનસભા પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. ત્યારે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય દરેક મંત્રીઓને શપથ અપાવશે. આ દરમિયાન 10 ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. તેમાં ભાજપના 8, જે.જે.પીના 1 અને અપક્ષના 1 ધારાસભ્ય હોવાની શક્યતા છે. વિધાનસભા ચૂંટણીમાં 40 સીટ જીતનાર ભાજપે 10 સીટ વાળી જે.જે.પી અને 7 અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી છે.આમ મંગળવારે 5 અપક્ષ ધારાસભ્યોએ દિલ્હીમાં એકલા બેસીને ભાજપની મુશ્કેલી વધારી દીધી હતી. બુધવારે અપક્ષ ધારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળીને સમય માંગ્યો હતો. તે પહેલાં જ સીએમ મનોહરલાલ ખટ્ટરે આ ધારાસભ્યોને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. બુધવારે સાંજે ડિનરમાં અપક્ષ ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તે દરેક 5 ધારાસભ્યો ચૂંટણી પહેલાં ભાજપમાં જ હતા. ટિકિટ ન મળતા બળવો કરીને તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા.આમ મંત્રી પદની જો વાત કરવામાં આવે તો તેમાં સંભવિત નામભાજપ- અનિલ વિજ, કંવરપાલ ગુર્જર, બનવારી લાલ, મૂળચંદ શર્મા, ઓમપ્રકાશ યાદવ, જેપી ગલાલ, સંદીપ સિંહ, કમલેશ ઢાંડા(જો કોઈ ફેરફાર થશે તો દીપક મંગલા, મહિપાલ ઢાંડા, સીમા ત્રિખા, રામકુમાર કશ્યપને પણ જગ્યા મળી શકે છે) જેજેપી પક્ષમાથી  અનૂપ ધાનક આઝાદ, રણજીતસિંહ

Download Our B K News Today App



Related News