પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓની પોલિસે અટકાયત કરી, પરવાનગી વગર માર્ચ કાઢી રહ્યાં હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 12:15:45
  • Views : 360
  • Modified Date : 2020-12-24 12:15:45

    કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 29મો દિવસ છે. કૃષિ કાયદાને પરત લેવાની માગ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં વિપક્ષી નેતાઓ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. તેઓ 2 કરોડ ખેડૂતોએ સહી કરેલા મેમોરેન્ડમને રાષ્ટ્રપતિને સોંપશે. વિપક્ષ ડેલિગેશન રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિજય ચોકથી રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ કાઢવા માગતું હતું, જોકે એની પરવાનગી મળી નથી. માત્ર 3 નેતાને રાષ્ટ્રપતિની પરવાનગી આપવામાં આવી છે.તેમણે સરકાર સાથેની વાતચીતનું પ્રપોઝલ બુધવારે નકારી દીધું છે. ખેડૂતોએ કહ્યું હતું, સરકારના પ્રપોઝલમાં દમ નથી, નવો એજન્ડા લાવશે ત્યારે વાત કરીશું. ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની અવગણના કરીને આગ સાથે રમી રહી છે, તેણે જીદ છોડી દેવી જોઈએ.

  •     કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 20 ડિસેમ્બરે ખેડૂત નેતા ડો.દર્શનપાલને પ્રપોઝલ મોકલ્યું હતું. આ કારણે જવાબ પણ દર્શનપાલના ઈ-મેલમાંથી સંયુક્ત સચિવને મોકલવામાં આવ્યો છે.ખેડૂતોએ લખ્યું છે- તમે પૂછ્યું હતું કે અમારો અગાઉનો પત્ર એક માણસનો મત છે કે તમામ સંગઠનોનો. અમને એ વાત જણાવવામાં આવે કે આ સંયુક્ત મોર્ચાની સહમતીથી મોકલવામાં આવેલો જવાબ હતો. આ બાબતે સવાલ ઉઠાવવો એ સરકારનું કામ નથી.તમારો પત્ર પણ આંદોલનને બદનામ કરવાનો પ્રયત્ન હતો. સરકાર કથિત ખેડૂત નેતાઓ અને સંગઠનોની સાથે પહેલાં જ વાતચીત કરીને આંદોલનને તોડવાની કોશિશ કરી રહી છે, જેને આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી.
  •      ખેડૂતો સાથે એવો વ્યવહાર થઈ રહ્યો છે કે જાણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો નહિ, પરંતુ રાજકીય વિરોધી છે. તમારું આ વલણ દેખાવોને તેજ કરવા મજબૂર કરી રહ્યું છે.સરકાર હાલ પણ ત્રણ કાયદાને રદ કરવાની અમારી માગને સમજી રહી નથી. વાતચીત દરમિયાન અમે એ બાબતે સ્પષ્ટતા કરી છે કે કાયદામાં આવા ફેરફાર અમને મંજૂર નથી.5 ડિસેમ્બરે મૈખિક પ્રપોઝલ રદ કર્યા પછી અમને જણાવવામાં આવ્યું કે સરકારની સાથે ચર્ચા પછી મજબૂત પ્રપોઝલ મોકલવામાં આવશે, જોકે 9 ડિસેમ્બરે જે પ્રસ્તાવ મોકલવામાં આવ્યા એ 5 ડિસેમ્બરની ચર્ચાવાળો જ હતો, જેને અમે પહેલાં જ નકારી ચૂક્યા છે.તમે ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) વિશે જે પ્રસ્તાવ મોકલ્યો છે, તેમાં એવો કોઈપણ સ્પષ્ટ પ્રસ્તાવ નથી, જેનો જવાબ આપવામાં આવે.ન્યૂનતમ સમર્થન મૂલ્ય અંગે તમે હાલની ખરીદીની સિસ્ટમ સાથે સંલગ્ન લેખિત ભરોસાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છો. કિસાન સંગઠન રાષ્ટ્રીય કિસાન આયોગની દરખાસ્તો મુજબ ન્યૂનતમ સમર્થન મૂલ્ય(સી2+50%) પર તમામ પાકની ખરીદી બાબતે કાયદાકીય ગેરન્ટીની માગી કરી રહ્યું છે.વીજળી અધિનિયમ(સંશોધન) બિલના ડ્રાફટ પર પ્રસ્તાવ સ્પષ્ટ નથી. જ્યાં સુધી તમે ક્રોસ સબ્સિડી બંધ કરવાના પ્રોવિઝન વિશે સ્પષ્ટતા નહિ કરો ત્યાં સુધી આ અંગે જવાબ વ્યર્થ છે.અમે વાતચીત માટે તૈયાર છે અને રાહ જોઈ રહ્યા છે કે સરકાર ક્યારે ખુલ્લા મને, ખુલ્લા દિમાગ અને સાફ દાનતથી આ અંગે ચર્ચાને આગળ વધારે.અમે અપીલ કરીએ છીએ કે અર્થ વગરના ફેરફારને રિપીટ કર્યા વગર મજબૂત પ્રસ્તાવ મોકલવામાં આવે, જેથી એને એજન્ડા બનાવીને વાતચીત ફરીથી શરૂ કરી શકાય.
  •     હરિયાણા અને પંજાબ સહિત ઘણાં રાજ્યોમાંથી ખેડૂતોનો દિલ્હી પહોંચવાનો સિલસિલો ચાલુ છે. 26 ડિસેમ્બરે પંજાબના ખનૈરીથી

Download Our B K News Today App



Related News