જેમણે લોકોનું લૂંટ્યું છે તે દેશને પાછું આપવું પડશે : મોદી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 10:56:16
  • Views : 264
  • Modified Date : 2022-10-12 10:56:16

    મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ હતો. તેમણે ચૂંટણી પ્રચારને લઈને પણ ગુજરાતના વિવિધ સ્થળોએ વિશાળ જનમેદનીને સંબોધન કરી જાદુ પાથર્યો હતો. ત્યારે હવે આજે અંતિમ દિવસે જામનગરથી જામકંડોરણા ગયા. જ્યાં તોઓ વિશાળ જળમેદનીને સંબોધિત કરી હતી. જે બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા.વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આજે બે એવા પુરુષોની જન્મજયંતી છે જેઓ ભારત રત્નથી સન્માનિત કર્યા છે. આ બે છે જયપ્રકાસ નારાયણ અને નાનાજી દેશમુખ. મને નાનાજી દેશમુખ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. જયપ્રકાશ નારાયણના ભ્રષ્ટાચાર વિરોધી કામ કરી રહ્યા છે. આજે ભ્રષ્ટાચાર વિરોધી કામ કરીએ તો એક ટોળું કાગારોળ કરી મુકે છે. જેમને લોકોનું લૂંટ્યુ છે તે તેમને દેશને પાછું આપવું જ પડશે.વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે, 'મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે.'તેમણે વધુમાં જણાવ્યુ કે, 'ગુજરાતના આયોજન ઉત્તરોઉતર નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે.'પીએમ મોદીએ જણાવ્યુ કે, 'સમુદ્ર કિનારે પહેલા માથે પડેલો લાગતો હતો પરંતુ હવે વેપાર કારોબાર માટે આકર્ષક બની રહ્યુ છે. આજે તો આપણે મોટરના સ્પેરપાર્ટ બનાવીએ છીએ. પરંતુ તૈયારીઓ કરો કે એવા દિવસો દૂર નથી કે, વિમાનના સ્પેરપાર્ટ બનાવવાના ઓર્ડર આવશે.' જામકંડારણામાં પીએમ મોદીના આગમન પહેલા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફરીદા મીરે રંગ જમાવ્યો છે. મહત્ત્વનું છે કે, રાજકોટ જિલ્લાનું જામકંડોરણા ગામ કે જેતપુર વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં આઝાદી બાદ પ્રથમ વખત કોઇ વડાપ્રધાન સભા સંબોધન કર્યુ છે. આજે જામકંડોરણા ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ જેતપુર, ધોરાજી, ગોંડલ, જસદણ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના દોઢ લાખ લોકોને સંબોધન કર્યુ છે. 

Download Our B K News Today App



Related News