ફ્લોર પર જવા અગાઉજ તખ્ત વિલંબમાં પડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 12:23:26
  • Views : 503
  • Modified Date : 2019-05-25 12:23:26

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની પહેલવહેલી ઐતિહાસિક ફિલ્મ તખ્ત ફ્લોર પર જવા અગાઉજ વિલંબમાં પડી રહી હોવાના સમાચાર મળ્યા હતા. આ મેગાબજેટ ફિલ્મ મલ્ટિસ્ટાર પણ છે. એમાં બોલિવૂડના મોખરાના કલાકારો રણવીર સિંઘ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વીકી કૌશલ અને ભૂમિ પેડણેકર વગેરે ચમકી રહ્યાં છે.અગાઉ જાહેર થયેલી યોજના મુજબ જૂન માસમાં આ ફિલ્મ ફ્લોર પર જવાની હતી પરંતુ એમ લાગે છે કે પોતાની છેલ્લી મલ્ટિસ્ટાર ફિલ્મ કલંક બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં કરણ જોહર અકળાઇ ગયા હતા. કરણની છેલ્લી થોડીક ફિલ્મો બોક્સ ઑફિસ પર ધાર્યો દેખાવ કરી શકી નથી એટલે કરણ હવે સંભાળી સંભાળીને પગલાં ભરે છે. તખ્તમાં મુઘલ સામ્રાજ્યના બે સગ્ગા ભાઇઓ ઔરંગઝેબ અને દારા શિકોહની કથા વણી લેવામાં આવી છે. અત્યારે મિડિયાને એવું બહાનું અપાયું છે કે પ્રિપ્રોડક્શન કામ હજુ બાકી રહી ગયું છે એટલે ફિલ્મ વર્ષની આખર સુધીમાં ફ્લોર પર જશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118