કાશ્મીરમાં હિમવર્ષાથી પાસ બંધ કરાયો, પુંછ-રાજૌરી પાકિસ્તાનના ટાર્ગેટ પર, 300 આંતકીઓનો ઘૂસણખોરીનો પ્રયત્ન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 14:17:41
  • Views : 339
  • Modified Date : 2020-12-17 14:17:41

    જમ્મુ-કાશ્મીરમાં ઠંડી શરૂ થતાં જ લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર સેનાનો પડકાર વધી ગયો છે. અહીં પડકાર હોય છે ઈનફિલ્ટ્રેશન બિડ્સનો, એટલે કે સીઝફાયર તોડીને તે દરમિયાન આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન. પરંતુ ભારતીય સેના આ વર્ષે સતત વધતી ઘૂસણખોરીને રોકવા માટે મલ્ટી ટિયર સિક્યોરિટી સેટ અપ સાથે તૈયાર છે.


    નવેમ્બર 2003માં ભારત અને પાકિસ્તાનની સરકારે LoC પર સીઝફાયર એગ્રીમેન્ટ કર્યું હતું. તે પ્રમાણે બંને દેશની સેનાઓ એકબીજા પર ગોળીબાર નહીં કરે. ત્રણ વર્ષ સુધી એટલે કે 2006 સુધી બંને તરફથી આ સીઝફાયરને માનવામાં આવ્યું હતું. આ દરમિયાન સીમા પાસે બનાવવામાં આવેલા આતંકી લોન્ચપેડ્સમાંથી આંતકીઓએ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો અને પાકિસ્તાની સેનાએ તેમને મદદ પણ કરી હતી.સીઝફાયર તોડવાના મામલે પાકિસ્તાને 2020માં છેલ્લા 17 વર્ષના તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. આ વર્ષે પાકિસ્તાન તરફથી 4100થી વધારે વખત સીઝફાયર કરવામાં આવ્યું છે. નવેમ્બરમાં 128 વખત, જ્યારે ઓક્ટોબરમાં 394 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 2019માં 3233 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 2015માં 405 વખત અને તે પહેલાં 2014માં 583 વખત સીઝાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સેનાના ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઝફાયર તોડવાનો ખાસ હેતુ આતંકીઓને ઘૂસણખોરી કરાવવાનો હોય છે. પાકિસ્તાની સેના તે જગ્યાએ જ સીઝફાયર તોડે છે જ્યાંથી આતંકીઓ ઘૂસણખોરી કરી શકે. ઘણી વાર તેમની સ્ટ્રેટજીમાં થોડો ફેરફાર થતો હોય છે. જેમ કે અમુક વિસ્તારમાં સીઝફાયર તોડીને ભારતીય સેનાને તેમાં એંગેજ કરીને અન્ય જગ્યાએથી આતંકીઓની ઘૂસણખોરી કરાવવી. પાકિસ્તાન સાથે ભારતની કુલ 3323 કિલોમીટરની સીમા છે. જેમાં 221 કિમી આંતરરાષ્ટ્રીય સીમા અને 740 કિમી LoC છે.

    ભારતીય સેનાના ઓફિસર્સ જે જમ્મુ-કાશ્મીરમાં તહેનાત છે, તેઓનું પણ માનવું છે કે LoCમાંથી સૌથી વધારે ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવે છે. પહાડી વિસ્તાર હોવાથી આતંકીઓને રસ્તો મળી જાય છે અને LoC ક્યાંથી ઉંચી અને ક્યાંથી નીચી હોવાના કારણે છુપાવવું અથવા છુપાઈને નીકળવું સરળ રહે છે.પરંતુ હવે ભારતીય સેનાએ બહુ જ હાઈ સર્વિલાંસ ગેઝેટ લગાવી દીધા છે અને મલ્ટી ટિયર સિક્યોરિટી ગ્રેડ પણ લગાવી દીધા છે. જેનાથી ઘૂસણખોરી રોકી શકાય છે અને જો કોઈ આતંકી LoCથી ઘૂસણખોરી કરશે તો તે પકડાઈ જશે અથવા તેને ઠાર કરવામાં આવશે.શિયાળાની સિઝન LoC પર તહેનાત સેના માટે ખૂબ પડકાર જનક હોય છે. ખાસ કરીને આ સમયમાં જમ્મુમાં ઘૂસણખોરી વધી જાય છે. કાશ્મીરના ઉરી અને કુપવાડા વિસ્તારોમાં LoC પર હિમવર્ષા થવાના કારણે પાસ બંધ થઈ જાય છે. જોકે જમ્મુના પુંછ અને રાજૌરીમાં શિયાળાની સિઝન સેના માટે એલર્ટ હોય છે.


    સેનાના ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રામણે 250-33 આતંકીઓએ લોન્ચપેડ્સમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. આ આંકમાં વધ-ઘટ જોવા મળતી હોય છે. પરંતુ ખાનગી માહિતી પ્રમાણે આટલી સંખ્યામાં આતંકીઓને રાજૌરી અને પુંછ જિલ્લાની બીજી બાજુ પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં LoC સાથે લોન્ચપેડ્સ પર ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવે છે. જેથી મોકો મળતાં જ તેમને ઘૂસાડી શકાય.જેમ-જેમ પાકિસ્તાની સેનાએ સીમા પર સૈન્ય વધાર્યું તેમ તેમ પાકિસ્તાને પણ ઘૂસણખોરીની પદ્ધતિમાં ફેરફારો કર્યા છે. ડ્રોન દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવે છે. ઘણી વખત આતંકીઓને હથિયાર વગર પણ મોકલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ડ્રોનથી હથિયાર પાડવાના કિસ્સા પણ સામે આવ્યા છે. પુંછમાં કૃષ્ણા ઘાટી અને મેંઢર જેવા વિસ્તારોમાં બરફ ઓછો હોય છે તો અહીંથી ઘૂસણખોરીનો વધારે પ્રયત્ન કરવામાં આવે છે. સૌજિયા અને પુંછમાં વધારે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં ભારતીય સેનાને ઘૂસણખોરી રોકવામાં ઘણી સફળતા મળી છે. તેનું કારણ છે ટેક્નોલોજી અને સ્ટ્રેટેજીમાં ફેરફાર. સેનાના ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે સેના UAV (અનમેન્ડ એરિયલ વ્હિકલ), સર્વિલાન્સ એન્ડ ટાર્ગેટ (સારટા) ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને મોરર્ન હથિયારો અને બીજા સર્વિલાન્સ ગેઝેટનો ઉપયોગ કરે છે. જેનાથી ઘૂસણખોરી રોકવામાં સફળતા મળે છે. આ વર્ષે 3 વખત પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણેય વખત કોઈ નુકસાન વગર સેનાએ આતંકીઓને ઠાર કરી દીધા હતા.

    રક્ષામંત્રાલયના પીઆરઓ લેફ્ટિનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી સતત સીઝફાયર તોડવા અને ઘૂસણખોરીના પ્રયત્નમાં વધારો થયો છે. પરંતુ સામે સેના પણ સંપૂર્ણ રીતે તૈયાર છે અને દરેક ગોળીનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. જોકે પાકિસ્તાન પણ ઘૂસણખોરીમાં નવી-નવી ટેક્નોલોજી અપનાવી રહ્યા છે અને હવે સેના પાસે પણ નવી ટેક્નોલોજી છે.સેનાનું માનવું છે કે LoC પાસે આવેલા ગામડાઓમાં પાકિસ્તાન સીઝફાયર તોડીને ગોળીબાર કરે છે તેની સીધી અસર થાય છે. લોકો ડરમાં જીવે છે. જોકે હવે પાકિસ્તાનને આતંકીઓની ઘૂસણખોરીમાં સ્થાનિક લોકોની મદદ નથી મળતી. જ્યારે સ્થાનિક લોકો સેનાની મદદ કરી રહ્યા છે. ઘણી વાર આતંકીઓની ઘૂસણખોરી સ્થાનિક લોકોના કારણે નિષ્ફળ બની છે.





Download Our B K News Today App



Related News