આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-02 09:11:51
  • Views : 85
  • Modified Date : 2024-01-02 09:11:51

દક્ષિણ આફ્રિકામાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિને આફ્રિકામાં 15 ટેસ્ટમાં 46.44ની એવરેજથી 1161 રન બનાવ્યા છે. સચિને આફ્રિકામાં પાંચ સદી પણ ફટકારી છે.વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે દક્ષિણ આફ્રિકામાં સાત ટેસ્ટ મેચ રમી છે અને 51.35ની એવરેજથી 719 રન બનાવ્યા છે જેમાં બે સદી પણ સામેલ છે.ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા ત્રીજા ભારતીય છે. તેમણે 11 મેચમાં 624 રન બનાવ્યા હતા.આ યાદીમાં ચોથા સ્થાને વીવીએસ લક્ષ્મણ છે. દક્ષિણ આફ્રિકામાં લક્ષ્મણે 10 ટેસ્ટ મેચમાં 40.42ની એવરેજથી 566 રન બનાવ્યા હતા.ગુજરાતનો સ્ટાર અને ટેસ્ટનો બેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા પણ આ લિસ્ટમાં ટોપ-5માં સામેલ છે. તેણે દક્ષિણ આફ્રિકામાં 10 ટેસ્ટ મેચમાં 535 રન બનાવ્યા છે. પુજારાએ આફ્રિકામાં સદી પણ ફટકારી છે.

Download Our B K News Today App



Related News