આ તો અસલી ગુંડે ફિલ્મ જેવો સીન થઈ ગયો! એક યુવતીને બે સગા ભાઈઓ સાથે થયો પ્રેમ, ત્રણેય ભાગી ગયા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 11:39:28
  • Views : 296
  • Modified Date : 2022-10-17 11:39:28

    ઉત્તરપ્રદેશના બરેલીથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. આ કિસ્સો સાંભળતા જ તમને બોલીવુડની રણવીર સિંહ અને અર્જુન કપૂર અભિનીત ફિલ્મ ગુંડેની યાદ જરૂરથી આવી જશે. વાત એમ છે કે એક 25 વર્ષીય યુવતીને બે સગા ભાઈઓ સાથે પ્રેમ થઇ ગયો છે. જે બાદ ત્રણેય ઘર છોડીને ફરાર થઇ ગયા છે. ત્યારે યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ કરી છે. આ મામલો બરેલીના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે ફરિયાદ બાદ ત્રણેયને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં આ લવ સ્ટોરીએ ભારે કુતુહલ જગાવ્યું છે.સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આ યુવતી બંને ભાઈઓને ખૂબ જ પ્રેમ કરતી હતી. જ્યારે આ વાતની જાણ ઘરના વડીલોને થઇ તો ઘરમાં હોબાળો મચી ગયો હતો. યુવતી અને બંને ભાઈઓને સમજાવીને આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો, પરંતુ સમય વીતતા ત્રણેયનો પ્રેમ વધતો ગયો અને ત્રણેય ઘર છોડીને ફરાર થઇ ગયા હતા.યુવતી ગાયબ થયાની ફરિયાદ મળતાં પોલીસ સતર્ક થઇ ગઈ હતી અને ત્રણેયની શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન જાણ થઈ કે બંને ભાઈ યુવતીને પોતાના મામાને ત્યાં લઇ ગયા છે. જેને લઈને બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઈને પોલીસે યુવકોના મામા સામે પણ ફરિયાદ નોંધી હતી. જોકે, હજી સુધી પોલીસને એ બાબતની જાણ નથી થઇ કે ત્રણેય યુવક-યુવતી ક્યાં છુપાયા છે.આ અંગે પોલીસ સ્ટેશન હેડ વિક્રમ સિંહે જણાવ્યું છે કે, યુવતીના પિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓને દરેક જગ્યાએ શોધવામાં આવી રહ્યા છે. જલ્દી જ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવશે. આ મામલો પ્રેમ પ્રસંગ સાથે જોડાયેલો હોવાથી પોલીસ પણ સતર્ક છે કે ક્યાંક બંને પરિવારો પોતાની આબરૂને કારણે કોઈ ખોટું પગલું ન ભરી લે. જેથી પોલીસ અધિકારીઓ ક્ષણે-ક્ષણની માહિતી લઇ રહ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News