ટીમ ઈન્ડિયામાં થશે આ ફેરફાર આ ખેલાડીઓને મળશે તક!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 15:56:07
  • Views : 103
  • Modified Date : 2023-12-21 15:56:07

આજે નિર્ણયનો દિવસ આવી ગયો છે. ટીમ ઈન્ડિયા આ વખતે સાઉથ આફ્રિકા સામે હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. ગુરુવાર 21 ડિસેમ્બરના રોજ સ્પષ્ટ થઈ જશે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાર્લમાં વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. 2 મેચ બાદ સિરીઝ 1-1 પર બરાબરી પર છે. સીરિઝ જીતવા માટે ટીમ ઈન્ડિયા પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો રહેશે અને તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર પણ કરવા પડશે. સૌથી વધુ નજર એ વાત પર રહેશે કે, શું તિલક વર્માને ફરી તક મળશે.સિરીઝની બંન્ને મેચમાં ઓપનરના રુપમાં ઋતુરાજ ગાયકવાડ કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ અને સસ્તામાં આઉટ થયો હતો. આ સિવાય ઓપનિંગ માટે કોઈ અન્ય વિકલ્પન હોવાને કારણે ગાયકવાડને ટીમમાં રાખી શકે છે. તેમજ નજર તિલક વર્મા પર પણ રહેશે. જેમણે વેસ્ટઈન્ડિઝમાં ઈન્ટરનેશલ કરિયરની દમદાર શરુઆત બાદ કોઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતુ.સિરીઝની પહેલી મેચમાં તેમણે વધુ બેટિંગની તક મળી ન હતી કારણ કે, ટીમ લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી પરંતુ બીજી વનડેમાં સ્વિંગ અને બાઉસ સામે તેની પરેશાની સ્પષ્ટ જોવા મળશે અને 30 બોલમાં માત્ર 10 રન બનાવ્યા હતા.મધ્યપ્રદેશના શક્તિશાળી બેટ્સમેન રજત પાટીદારનો વિકલ્પ છે. IPLમાં વિરાટ કોહલી સાથે બેંગ્લોર તરફથી રમી ચૂકેલા રજતને છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે અને આ ODI મેચ તેને ટેસ્ટ કરવાની સારી તક બની શકે છે.આ સિવાય જોવાનું એ પણ રહેશે કે, વોશિગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલને આ વખતે તક મળી શકે છે. કે પછી નહિ સુંદરને ટી 20 સિરીઝમાં પણ બેંચ પર બેસવું પડ્યું હતુ. જ્યારે ચહલને માત્ર ODI માટે પસંદગી કરવામાં આવી હતી તેમજ શરુઆતની 2 મેચમાં પસંદગી થઈ ન હતી. કારણ કે હવે તેની ટી-20માં પસંદગી કરવામાં આવી રહી નથી અને આ સિરીઝ બાદ આગામી કેટલાક મહિનાઓ સુધી કોઈ વનડે સિરીઝ નથી.કે.એલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, રજત પાટીદાર, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર

Download Our B K News Today App



Related News