કેરળની આ દુલ્હને લગ્નના દિવસને યાદગાર બનાવવા કર્યું કઈક આવું

  • Published By :
  • Published Date : 2022-09-21 17:19:47
  • Views : 392
  • Modified Date : 2022-09-21 17:20:46

ખાડાઓ અને કાદવથી ભરેલા ચીંથરેહાલ રસ્તા પર કન્યા તેજસ્વી લાલ સાડીમાં ફોટોશૂટ કરતી જોઈ શકાય છે. આ દરમિયાન ત્યાંથી વાહનોની અવરજવર પણ રોકાયેલ છે. કેરળની આ કન્યાએ પોતાના અનોખા ફોટોશૂટ દ્વારા પ્રદેશની મોટી સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે દુલ્હન અલગ-અલગ રીતે તસવીરો ક્લિક કરી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સોશિયલ મીડિયા યુઝર્સ પણ દુલ્હનના ચહેરાની ક્યૂટ સ્મિત પર દિલ ખોલી રહ્યા છે. કેરળની દુલ્હનનો આ અનોખો ફોટશુટ જેને જોઇને તમે પણ OMG કહી દેશો, હાથમાં મહેંદી અને ગોલ્ડની જ્વેલરી પહેરીને, હસતી કન્યાએ ખાડા રોડ અને કાદવની વચ્ચે ફોટોશૂટ કરાવ્યું છે.  તમે લગ્નના ઘણા ફોટોશૂટ જોયા જ હશે,પ્રી વેંડિંગ ફોટોશુટ પણ ઘણા જોયા હશે. પરંતૂ કેરળની આ દુલ્હનનો ફોટોશૂટ ટ્રેન્ડ પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બ્રાઇડ જ્યાં ફોટોશુટ કરાવી રહી છે, ત્યાં રસ્તાની આજુબાજુ પાણીથી ભરેલા મોટા ખાડાઓ છે. વીડિયોમાં ફોટોશૂટનું લોકેશન જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સ્થળ મલ્લપુરમના પુકોટ્ટુમપદમનું હોઈ શકે છે.

Download Our B K News Today App



Related News