અમદાવાદમાં પાકિસ્તાન સામે ભારતની જીતના હીરો રહ્યા આ પાંચ ખેલાડીઓ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-15 17:20:27
  • Views : 113
  • Modified Date : 2023-10-15 17:20:27

પાકિસ્તાન સામે જીતમાં સૌથી મોટું યોગદાન રોહિત શર્માનું રહ્યું હતું. ટીમ સિલેક્શનથી લઈ બોલરોનો યોગ્ય સમયે ઉપયોગ અને બાદમાં બેટિંગમાં 86 રનની શાનદાર ઈનિંગ, બધા મામલે રોહિતે પોતાને બેસ્ટ સાબિત કર્યો હતો અને તે ટીમની જીતનો મુખ્ય હીરો સાબિત થયો હતો. રોહિત શર્માએ 86 રન ફટકાર્યા હતા.સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ પાકિસ્તાન સામેની મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. બૂમરાહે તેની ચુસ્ત બોલિંગથી ભારતને મજબૂત શરૂઆત આપવી હતી સાથે જ તેણે માત્ર સાત ઓવર ફેંકી 19 રન આપી બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તે મેચનો અસલી હીરો સાબિત થયો હતો.અનુભવી ઓલરાઉન્ડર અને સ્ટાર સ્પિનર રવીન્દ્ર જાડેજા અમદાવાદમાં છવાયો હતો. શાનદાર ફિલ્ડિંગની સાથે બોલિંગમાં પણ તેણે વિશેષ યોગદાન આપ્યું હતું. જાડેજાએ પાકિસ્તાનની છેલ્લી બે વિકેટ ઝડપી અંતિમ ઓવરોમાં ફટકાબાજી કરી મોટો સ્કોર કરવાની પાકિસ્તાનની ઈચ્છા પર પાણી ફેરવ્યું હતું. જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપી 2 વિકેટ ઝડપી હતી.જાડેજા સિવાય અન્ય સ્પિન બોલર કુલદીપ યાદ પણ પાકિસ્તાન સામે ચમક્યો હતો. કુલદીપ યાદવે 10 ઓવર બોલિંગ કરી હતી અને માત્ર 35 રન આપી બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પાકિસ્તાનના મિડલ ઓર્ડરની કમર તોડી ટીમને કમબેક કારવાનૉ કોઈ મોકો આપ્યો નહીં.શ્રેયસ અય્યરે વિનિંગ બાઉન્ડ્રી ફટકારી ટીમને જીત અપાવી હતી, સાથે જ પોતાની ફિફ્ટી પણ પૂર્ણ કરી હતી. શ્રેયસ અય્યરે 62 બોલનો સામનો કરી ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રનની વિજયી ઈનિંગ રમી હતી.

Download Our B K News Today App



Related News