દક્ષિણ આફ્રિકાની ધરતી પર આ પાંચ ભારતીય બેટ્સમેને T20I માં બનાવ્યો રનનો પહાડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 16:40:44
  • Views : 98
  • Modified Date : 2023-12-12 16:40:44

દક્ષિણ આફ્રિકામાં ભારત માટે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે છે. ગંભીરે અહીં આઠ ટી20 મેચ રમી છે અને 46ની એવરેજથી 276 રન બનાવ્યા છે. તે અહીં T20 વર્લ્ડ કપ 2007ની વિજેતા ટીમનો મહત્વનો સભ્ય રહ્યો છે.આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની બીજા સ્થાને છે. તેણે દક્ષિણ આફ્રિકામાં 13 T20 મેચમાં 30.50ની એવરેજથી 244 રન બનાવ્યા છે. અહીં જ ધોનીએ ટી20 વર્લ્ડ કપ 2007માં ભારતીય ટીમને વિજેતા બનાવી હતી.આ યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. તેણે દક્ષિણ આફ્રિકામાં કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 43.25ની સરેરાશથી 173 રન બનાવ્યા છે. રોહિત દક્ષિણ આફ્રિકામાં પહેલો T20 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે.પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે દક્ષિણ આફ્રિકામાં 7 T20 મેચમાં 27.83ની એવરેજથી 167 રન બનાવ્યા છે. સેહવાગ ભારતની T20 વર્લ્ડ કપ 2007ની ટીમનો સભ્ય પણ હતો.ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ દક્ષિણ આફ્રિકામાં 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન તેણે 26.66ની એવરેજથી 160 રન બનાવ્યા હતા. યુવી અહીં T20 વર્લ્ડ કપ 2007માં પણ સામેલ હતો.

Download Our B K News Today App



Related News