IPL 2008 થી 2024 ના દરેક સિઝનમાં રમ્યા છે આ 7 ખેલાડીઑ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 15:30:13
  • Views : 108
  • Modified Date : 2024-03-12 15:30:13

આઈપીએલ 2024ની શરુઆત 22 માર્ચથી થશે. સીઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને હજુ સુધી પહેલા ખિતાબની રાહ જોઈ રહેલા રૉયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે હશે. આઈપીએલની શરુઆત 2008માં થઈ હતી. આ ટૂર્નામેન્ટની 17મી સીઝન હશે. લીગના ઈતિહાસમાં હજુ સુધી 7 એવા ખેલાડી છે જે છેલ્લા 16 વર્ષથી આ સીઝનનો ભાગ છે. હવે આ ખેલાડીઓ આ સીઝનમાં પણ રમવા માટે તૈયાર છે. તો આજે અમે તમને આ ખેલાડીઓ વિશે જણાવીશું.દિનેશ કાર્તિક આઈપીએલમાં 6 ટીમો માટે રમી ચૂક્યો છે. દિલ્હી માટે ડેબ્યુ કર્યા બાદ તે મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, કેકેઆર, ગુજરાત લાયન્સ અને આરસીબીનો ભાગ રહી ચૂક્યો છે. વિકેટકીપર બેટ્સમેન કાર્તિકની 2024 છેલ્લી સીઝન માનવામાં આવી રહી છે. ભારતીય ટીમમાંથી બહાર રહેલા આ ખેલાડીએ કોમેન્ટ્રી પણ શરુ કરી દીધી છે.આઈપીએલના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની 42 વર્ષનો થઈ ચૂક્યો છે. ત્યારબાદ આઈપીએલમાં રમી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ગત્ત વખતે ચેમ્પિયન પણ બની હતી. સીએસકે પર પ્રતિબંધ લાગવાને કારણે ધોની 2016 અને 2017 સીઝનમાં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટસ માટે રમ્યો હતો.વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસનો એકમાત્ર એવો ખેલાડી છે. જે તમામ સીઝન રમ્યા બાદ એક જ ટીમમાંથી રમે છે. વિરાટને આરસબીએ સાઈન કર્યો હતો. વિરાટ આઈપીએલમાં 7000 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. પરંતુ હજુ સુધી તે પહેલી ટ્રોફીની રાહ જોઈ રહ્યો છે.રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સથી આઈપીએલ કરિયરની શરુઆત કરી હતી. 2009માં તેમણે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. 2011માં રોહિત મુંબઈ ઈન્ડિયનની સાથે જોડાયો. કેપ્ટન તરીકે 5 અને કુલ 6 આઈપીએલ ખિતાબ જીતી ચૂકેલા રોહિત શર્મા આ વખતે ખેલાડી કરીકે લીગમાં ભાગ લેશે.વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાનું નામ સૌ કોઈને ચોંકાવી દે છે. સાહાએ આઈપીએલ 2008ની પહેલી મેચમાં કેકેઆરની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા. તે ચેન્નાઈ અને ગુજરાતની સાથે આઈપીએલ ખિતાબ જીતી ચૂક્યો છે. 2014 સીઝનની ફાઈનલમાં તેમણે પંજાબ માટે સદી ફટકારી હતી.2008 અંડર-19 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહી ચૂકેલા મનીષ પાંડે આ વર્ષે કેકેઆર માટે રમશે. પાંડે 2008માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમા ડેબ્યુ કર્યું હતુ. તે આઈપીએલમાં સદી ફટકાવનાર ભારતનો પહેલો બેટ્સમેન પણ છે. 170 મેચમાં આઈપીએલ કરિયરમાં તે 3808 રન બનાવી ચૂક્યો છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને દિલ્હી કેપિટલ્સ (દિલ્હી ડેયરડેવિલ્સ) થી આઈપીએલની શરુઆત કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ બાદ ડેક્કન ચાર્જસ, સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ રમી ચૂક્યો છે. લીગનો સૌથી સફળ બેટ્સમેનમાં સામેલ ધવનના નામે 6000થી વધુ આઈપીએલ રન છે.

Download Our B K News Today App



Related News