રોનાલ્ડો-મેસ્સીની ટીમના પ્લેયર્સ વચ્ચે મેદાન પર થઈ ઝપાઝપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-04 15:19:03
  • Views : 90
  • Modified Date : 2024-02-04 15:19:03

રિયાધ સીઝન કપ 2024માં અલ નાસર અને ઈન્ટર મિયામી વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. મેસ્સીની ટીમ સામે રોનાલ્ડોની અલ નાસર ટીમે શાનદાર જીત મેળવી હતી. અલ નાસરે ઈન્ટર મિયામીને 6-0થી હરાવી હતી. રોનાલ્ડો અને મેસ્સી આ મેચમાં ઈજાને કારણે નહોતા રમ્યા.બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં લડવા લાગ્યા. આ મેચની 40મી મિનિટે જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે લિયોનેલ મેસ્સી, જે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો તે ટચલાઈન પર ઊભો હતો.મેચમાં પોતાની ટીમને શાનદાર સ્થિતિમાં જોઈને રોનાલ્ડો હસતો જોવા મળ્યો હતો, જ્યારે મેસ્સીને મેચ બાદ સાઉદી અરેબિયાના લોકોએ છ ગોલ કરીને ચીડવ્યો હતો. રોનાલ્ડો અને મેસ્સીએ એકસાથે 13 બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યા છે, મેસ્સીએ ગયા વર્ષે રેકોર્ડ આઠમી વખત એવોર્ડ જીત્યો હતો. રોનાલ્ડો અને મેસ્સી છેલ્લે 2023માં સામસામે હતા, જ્યારે રોનાલ્ડોની અલ નાસર ટીમનો સામનો મેસ્સીની જૂની ટીમ પીએસજી સામે થયો હતો. તે મેચમાં પીએસજીએ અલ નસરને 5-4થી હરાવ્યું હતું.

Download Our B K News Today App



Related News