કાશ્મીરમાં 3 દાયકા બાદ થિયટરો ખુલ્યા

  • Published By :
  • Published Date : 2022-09-20 15:15:00
  • Views : 826
  • Modified Date : 2022-09-20 15:15:00

કાશ્મીરને લગભગ 3 દાયકાઓ બાદ મનોરંજનની ભેટ મળવા જઈ રહી છે. મંગળવારે લેફ્ટનન્ટ જનરલ મનોજ સિંહાએ ઘાટી પહેલા મલ્ટિપ્લેક્સનું ઉદ્ધાટન કર્યું છે. રવિવારે પણ સિન્હાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલાવામા જિલ્લામાં થિયેટરોનું ઉદ્ધાટન કર્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે INOX ચેનના આ મલ્ટિપ્લેક્સમાં ઓક્ટોબરથી ફિલ્મોનું પ્રદર્શન શરૂ થશે.આ મલ્ટિપ્લેક્સમાં 3 સ્ક્રીન હશે જ્યાં 522 દર્શકો એક સાથે બેસી ફિલ્મ જોઈ શકશે. સૌથી પહેલા અહીં કાશ્મીરમાં જ આંશિક રૂપે શૂટ કરવામાં આવેલી આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઠ્ઠા' બતાવવામાં આવશે. ત્યારબાદ 30 સપ્ટેમ્બરના રોજ સૈફ અલી ખાન અને ઋતિક રોશનની ફિલ્મ 'વિક્રમ વેધા' બતાવવામાં આવશે. હાલમાં દિવસે સવારે 9:00 વાગ્યાથી લઈને સાંજે 6:00 વાગ્યાની વચ્ચે 3 શો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. બાદમાં દર્શકોની સંખ્યા જોઈને તેમાં ફેરફાર કરવામાં આવશે.1990ના સમયમાં પણ કેટલાક થિયેટરોને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, આતંકવાદના કારણે આ પ્રયત્ન સફળ નહોતો થઈ શક્યો. સપ્ટેમ્બર 1999માં આતંકવાદીઓએ લાલચોક પર સ્થિત રીગલ સિનોમા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે, 80ના દાયકા સુધી ઘાટીમાં લગભગ એક ડઝન સિનેમાઘરો હતા, પરંતુ આતંકવાદીઓની ધમકીને કારણે માલિકોએ બંધ કરી દીધા હતા. પ્રોજેક્ટ ચેરમેન વિજય ધરે જણાવ્યું હતું કે, યુવાનોને સિનેમાને લગતી એવી જ સુવિધાઓ મળવી જોઈએ જે તેમને કાશ્મીરની બહાર મળે છે. તેમણે કહ્યું, 'અમે જોયું છે કે 30 વર્ષથી અહીં આવી કોઈ ઘટના બની નથી. તો આપણે કેમ ન વિચાર્યું? પછી અમે શરૂ કર્યું. યુવાનોને સિનેમામાં સુવિધાઓ મળવી જોઈએ જે તેમને જમ્મુ અથવા દેશના બીજા શહેરોમાં મળે છે. આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતા સિંહાએ પુલવામામાં કહ્યું કે, અમે ટૂંક સમયમાં જમ્મુ અને કાશ્મીરના દરેક જિલ્લામાં આવા બહુહેતુક સિનેમા હોલ બનાવીશું આજે હું આવા સિનેમા હોલ પુલવામા અને શોપિયાંના યુવાનોને સમર્પિત કરું છું. તેમણે કહ્યું કે, અનંતનાગ, શ્રીનગર, બાંદીપોરા, ગાંદરબલ, ડોડા, રાજૌરી, પુંછ, કિશ્તવાડ અને રિયાસીમાં ટૂંક સમયમાં સિનેમા હોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સરકાર આનાથી કોઈ સંદેશ આપવા માંગે છે કે કેમ તે પૂછવામાં આવતા સિંહાએ કહ્યું કે, કોઈ સંદેશ નથી.

Download Our B K News Today App



Related News