આર્થિક પડકારોનો સામનો કરવા વિશ્વ બેંક શ્રીલંકાને મદદ કરશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-03 14:14:13
  • Views : 470
  • Modified Date : 2022-12-03 15:05:02

શ્રીલંકાના વડાપ્રધાન દિનેશ ગુણવર્દનાએ બુધવારે કહ્યું હતું કે વિશ્વ બેંકે કોલંબોને સતત સમર્થન આપવાનું વચન આપ્યું છે. ગુણવર્ધનાએ વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટર ચિઓ કાંડા અને વરિષ્ઠ વ્યૂહરચના અને ઓપરેશન્સ અધિકારીઓ સાથે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને પ્રસ્તાવિત ભાવિ પ્રોજેક્ટ્સની પ્રગતિ પર ચર્ચા કર્યા પછી આ ટિપ્પણી કરી હતી.
પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને આર્થિક પડકારોનો સામનો કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે ટૂંકમાં જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે નવા સુધારાના પરિણામે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સાથેની નાણાકીય વ્યવસ્થા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થશે.
વિશ્વ બેંકના નિદેશકે આર્થિક સ્થિતિને હળવી કરવા માટે ટૂંકા ગાળાનાં પગલાં પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને સતત મધ્યમ ગાળાનાં અને લાંબા ગાળાનાં પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શ્રીલંકાને સતત ટેકો આપવાની ખાતરી પણ આપી હતી.
કાંડાએ નાણાકીય અને રાજકોષીય સુધારાઓ સહિતના નવા સુધારાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું, જે ટૂંક સમયમાં જ દેશને વર્તમાન આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે કેબિનેટ અને સંસદમાંથી પસાર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News