અનંત-રાધિકાની સગાઇમાં સ્પેશિયલ ગીત બનાવી આખા અંબાણી પરિવારે ડાન્સ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 16:01:58
  • Views : 518
  • Modified Date : 2023-01-21 16:01:58

દેશની સૌથી પાવરફુલ ફેમિલી અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની સગાઈ ગઈકાલે પરંપરાગત રીતે થઈ હતી. બંનેની સગાઈ ગોળ ધાણા અને ચૂંદડી વિધિથી થઈ હતી. આ દરમિયાન મુકેશ અંબાણીનો આખો પરિવાર એન્ટીલિયામાં હાજર હતો. આ સગાઈનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અંબાણી પરિવાર વાહ વાહ રામજી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

પહેલા પરિવારના સભ્યો ટ્રેન બનાવે છે અને સ્ટેજ પર આવીને આઇકોનિક વાહ વાહ રામજી સોન્ગ પર ડાન્સ કરે છે. આ ડાન્સમાં ખાસ આકર્ષણ મુકેશ અંબાણીનું છે, જેઓ ડાન્સ કરતા બહુ ક્યૂટ લાગે છે. તેમની અને નીતાની કેમેસ્ટ્રી આજે પણ એવરગ્રીન છે. પરિવારજનોને આ રીતે ડાન્સ કરતા જોઈને કપલની ખુશીનો પાર નથી રહ્યો. સબ રસમો સે બડી હૈ જગ મૈ દિલ સે દિલ કી સગાઈ. અંતમાં મુકેશ અંબાણી અને ફેમિલી કપલને સ્ટેજ પરથી ફ્લાઈંગ કિસ અને આશીર્વાદ આપતા જોવા મળે છે.

આ સેલિબ્રેશન દરમિયાન મુકેશ અંબાણી અને નીતા સહિતના મહેમાન દેવા-દેવા સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ ઇવેન્ટને અનંતની બહેન ઈશા હોસ્ટ કરે છે. બંને કપલની રિંગ લઈને એક ડોગી આવે છે. શાનદાર સેલિબ્રેશન વચ્ચે રિંગ્સ એક્સચેન્જ કરાય છે. તે બાદ મુકેશ અંબાણી અને નીતા ખાસ પ્રસંગે ડાન્સ કરતા જોવા મળે છે.

અનંતના લગ્નમાં તેના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ પહોંચ્યાં હતાં. બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળ્યાં હતાં. આ સાથે સ્પોર્ટ્સ અને બોલિવુડના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. એમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતાં.

એક દિવસ પહેલાં બુધવારે જ કપલે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણી સગાઈની ઈવેન્ટમાં સામેલ થયાં હતાં.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139