WHOએ કહ્યું- આ છેલ્લી મહામારી નહીં, હવે કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઇરસ મળી આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 14:16:46
  • Views : 445
  • Modified Date : 2020-12-27 14:16:46

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે કોરોના વાઇરસ વિશ્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના માનવ સ્વાસ્થ્યને સુધારવાના પ્રયત્નો સફળ ન થઈ શકે. WHOનાં ચીફ ટેડ્રોસ ગેબ્રયેસસે કહ્યું કે કોરોના સામેની લડતમાં, ફક્ત રૂપિયાના ખર્ચા કરવાથી કંઇ પણ થશે નહીં. આપણે ભવિષ્ય માટેની તૈયારી પણ કરવી પડશે.તેમણે કહ્યું કે આપણે આપત્તિનો સામનો કરવા માટે પૈસાનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે તે આપત્તિ સમાપ્ત થાય છે ત્યારે આપણે તેને ભૂલી જઇએ છીએ. ભવિષ્યમાં આવી જ સમસ્યાઓથી બચવા માટેના પગલાં લેવાનું બંધ કરીએ છીએ.દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 8.07 કરોડથી વધી ગઈ છે. 5 કરોડ 68 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 17 લાખ 64 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.


    સ્લોવાકિયાએ શનિવારે કોરોના સામે વેક્સિનેશનની શરૂ કરવામાં આવ્યું છે. હેલ્થકેર વર્કર વ્લાદિમીર ક્રેસેરી દેશના પ્રથમ વ્યક્તિ હતા જેમણે ફાઇઝર અને બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન લગાવી છે.કોરોનાની નવા સ્ટ્રેનના વધતાં કેસને પગલે ફિલિપાઇન્સે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર બે અઠવાડિયાનો પ્રતિબંધ લાગાવ્યો છે. આ પ્રતિબંધ જાન્યુઆરીના મધ્ય સુધી અમલમાં રહેશે. રાષ્ટ્રપતિ રોડ્રિગો ડ્યુર્ટેએ બ્રિટનથી આવનારા મુસાફરો માટે 24 દિવસીય ક્વોરેન્ટાઇનનો ઓર્ડર જારી કર્યો હતો. આમાં તે બધા મુસાફરો સમેલ છે, જેઓ છેલ્લા દિવસોમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં ગયા છે, જ્યાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસો મળી આવ્યા છે.

    અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેકટ જો બાઈડેને શનિવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જલ્દીથી પેંડિંગ કોવિડ-19 રાહત પેકેજ પર સહી કરવી જોઈએ. તેઓએ કહ્યું કે નાતાલ પસાર થઈ ગયું છે અને કરોડો પરિવારોને તેનો ખ્યાલ નથી કે તેમણે મદદ મળશે કે નહીં. આનું કારણ એ છે કે ટ્રમ્પ કોંગ્રેસે બહુમતી સાથે પાસ કરેલ 2.3 ટ્રિલિયનનું રાહત પેકેજ (1694 અબજ રૂપિયા) પર ટ્રમ્પ પોતાની સહી કરી રહ્યા નથી.બ્રિટનમાં વૈજ્ઞાનિકો નવી દવા પર કામ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના સંક્રમણને અટકાવશે. જો કે, 'ધ હેલ્થ' મેગેઝિનએ એક અહેવાલમાં જણાવ્યું છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીનો ઇલાજ કરવા માટે કરવામાં આવશે. બ્રિટન સરકાર અથવા આરોગ્ય વિભાગે ચિત્ર હજુ સુધી સાફ કરેલ નથી. એવું માનવામાં આવે છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આ નવી દવા પર રિસર્ચ કરી રહ્યા છે.

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

19,433,847

339,921

11,410,501

ભારત

10,188,392

147,659

9,760,848

બ્રાઝિલ

7,465,806

190,815

6,475,466

રશિયા

3,021,964

54,226

2,426,439

ફ્રાન્સ

2,550,864

62,573

189,718

યૂકે

2,256,005

70,405

ઉપલબ્ધ નહીં

તુર્કી

2,133,373

19,624

1,994,034

ઈટલી

2,038,759

71,620

1,386,198

સ્પેન

1,869,610

49,824

ઉપલબ્ધ નહીં

જર્મની

1,643,169

30,157

1,223,700

(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)





Download Our B K News Today App



Related News