ભારતે જે દિગ્ગજને ટીમમાંથી કર્યો બહાર, તેને વિદેશી લીગની ટીમે કર્યો સામેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-14 16:47:09
  • Views : 99
  • Modified Date : 2023-12-14 16:47:09

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી રહી નથી. પરંતુ ચેતેશ્વર પૂજારા ઈંગ્લિશ ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રભુત્વ ધરાવે છે અને તેથી જ સસેક્સે કાઉન્ટી ચેમ્પિયનશિપ 2024 માટે ચેતેશ્વર પૂજારાને ફરીથી સાઈન કર્યો છે. ચેતેશ્વર પૂજારા 2024 સિઝનની પ્રથમ સાત મેચો માટે ઉપલબ્ધ રહેશે.2024ની સિઝન માટે સસેક્સે બે મોટા વિદેશી ખેલાડીઓને સાઇન કર્યા છે, જેમાં ચેતેશ્વર પૂજારા સિવાય ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેનિયલ હ્યુજીસને સસેક્સ દ્વારા જોડવામાં આવ્યો છે. ચેતેશ્વર પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્રથમ સાત મેચો માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે ડેનિયલ હ્યુજીસ T-20 બ્લાસ્ટ તેમજ કાઉન્ટી ચેમ્પિયનશિપ માટે ઉપલબ્ધ રહેશે.જો ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તેણે સસેક્સ માટે અત્યાર સુધી 18 મેચ રમી છે, જેમાં તેણે 65ની એવરેજથી 1863 રન બનાવ્યા છે. ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં 8 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેમાં 2022માં ડર્બીશાયર સામે 231 રનની ઈનિંગ્સનો પણ સમાવેશ થાય છે.ટીમ ઈન્ડિયાએ ચેતેશ્વર પૂજારાને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદ નથી કર્યો. પુજારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તે પછી પૂજારાને ટીમ ઈન્ડિયામાં ફરી તક મળી ન હતી. આ પહેલા પણ તે લાંબા સમય સુધી ટીમની બહાર રહ્યો હતો.ભારતીય ટીમ હવે પરિવર્તન તરફ આગળ વધી રહી છે, આવી સ્થિતિમાં સિનિયર ખેલાડીઓની જગ્યાએ હવે યુવાઓને તક મળી રહી છે. શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા બેટ્સમેનોને તક આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓને તક નથી મળી રહી. જો પૂજારાના રેકોર્ડની વાત કરીએ તો તેણે 71 ટેસ્ટમાં 7195 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની એવરેજ 44 રહી છે અને પૂજારાના નામે 19 સદી છે.

Download Our B K News Today App



Related News