ટેસ્ટ સિરીઝ પહેલા દિગ્ગજ ક્રિકેટરે જાહેર કરી નિવૃતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 17:10:29
  • Views : 96
  • Modified Date : 2023-12-22 17:10:29

સાઉથ આફ્રીકામાં ટી20 સિરીઝ ડ્રો કરવાની વનડે સિરીઝને 2-1થી ડ્રો કરાવ્યા બાદ ભારતીય ટીમનું લક્ષ્ય હવે ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકા અને ભારતીય ટીમ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની શરુઆત થશે. પણ આ પહેલા જ એક દિગ્ગજ ક્રિકેટરે નિવૃતિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.સાઉથ આફ્રીકાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝ બાદ તે ક્રિકેટને અલવિદા કહેશે.36 વર્ષના ડીન એલ્ગરે પોતાની નિર્ણયની જાણ સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડને કરી છે. તે ભારત સામેની બંને ટેસ્ટ મેચ રમતા જોવા મળશે.તેણે એક ભાવુક પોસ્ટ કરીને જણાવ્યુ કે, જેમ બધા કહે છે તેમ બધી સારી વસ્તુઓનો અંત આવે છે, ભારત સામેની ટેસ્ટ સિરીઝ મારી છેલ્લી સિરીઝ હશે કારણ કે મેં આ સુંદર રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. એક એવી રમત જેણે મને ઘણુ બધુ શીખવ્યુ. હું દુનિયામાં મારા સૌથી મનપસંદ સ્ટેડિયમ કેપટાઉનમાં છેલ્લી મેચ રમીશ.તેણે આગળ જણાવ્યું કે, ક્રિકેટ રમવુ એ હમેશાથી મારુ સ્વપ્ન હતુ, પણ દેશનું પ્રતિનિધત્વ કરવાની તક મળવી એ સૌથી સારી વાત રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર 12 વર્ષ સુધી યોગદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું મારુ સ્વપ્ન પૂરુ થયુ. આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે.સંન્યાસની જાહેરાત સુધીમાં તેણે 84 ટેસ્ટમાં 5146 રન ફટકાર્યા છે, જેમાં તેણે 13 સેન્ચુરી અને 23 ફિફટી ફટકારી છે. 199 રન તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર રહ્યો છે. તેણે સાઉથ આફ્રીકા માટે 8 વનડેમાં 104 રન ફટકાર્યા છે. તે સાઉથ આફ્રીકા માટે કેપ્ટનશીપ પણ ચૂક્યો છે. વર્ષ 2021 અને 2022 દરમિયાન તેની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રીકાએ વેસ્ટ ઈન્ડિઝ અને ભારત સામે ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી.

Download Our B K News Today App



Related News