અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટે 85 વર્ષીય ધર્મેન્દ્રને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપ્યો, આ સન્માન મેળવનારા પહેલા ભારતીય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 14:59:59
  • Views : 333
  • Modified Date : 2020-12-23 14:59:59

    વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રને અમેરિકાના ન્યૂ જર્સીમાં લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ન્યૂ જર્સી સ્ટેટની જનરલ ઍસેમ્બ્લી તથા સેનેટે પાસ કરેલા પ્રસ્તાવમાં 85 વર્ષીય ધર્મેન્દ્રને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, બંને સદનમાં હિંદી સિનેમામાં ધર્મેન્દ્રના અમૂલ્ય યોગદાનને જોતા આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. છ દાયકાની લાંબી કરિયર તથા 300થી વધુ ફિલ્મમાં ધર્મેન્દ્રે કામ કર્યું છે.અવોર્ડ સેરેમની અમેરિકાની પબ્લિકેશન કંપની બોલિવૂડ ઈનસાઈડરે ઓનલાઈન હોસ્ટ કરી હતી. આયોજકોના મતે, આ પહેલી વાર છે, જ્યારે અમેરિકાના રાજ્યે કોઈ ભારતીય એક્ટરને આ રીતે સન્માન આપ્યું હોય. તો ન્યૂઝ એજન્સી 'IANS'ના મતે, ધર્મેન્દ્રે અવોર્ડ બાદ બોલિવૂડ ઈનસાઈડરનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ સન્માન મેળવીને ખુશ છે.

    ધર્મેન્દ્રે ન્યૂ જર્સી સેનેટમાં સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, કોવિડ 19ને કારણે તમામ આયોજન કેન્સલ કરવા પડ્યાં હતાં. ધર્મેન્દ્રને આ સન્માન આપવાનો પ્રસ્તાવ સેનેટર માઈકલ ડોહર્ટીએ મૂક્યો હતો. તેમના મતે, બંને સદનના તમામ 120 સભ્યોએ આ પ્રસ્તાવ કોઈ પણ જાતના વિરોધ વગર પાસ કર્યો હતો. અવોર્ડ સેરેમનીમાં ન્યૂ યોર્કના ભારતીય કાઉન્સેલર જનરલ એમ્બેસેડર રણધીર જયસ્વાલ તથા બોલિવૂડ ઈનસાઈડરના પ્રકાશક વરિંદ ભલ્લા સામેલ થયા હતા.ધર્મેન્દ્રે 1960માં રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. છ દાયકાની લાંબી કરિયરમાં રોમેન્ટિક, સોશિયલ, એક્શન તથા ડ્રામા એમ દરેક જોનરની ફિલ્મમાં કામ કર્યું છે. ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યાં છે.ધર્મેન્દ્રને 1990માં આવેલી ફિલ્મ 'ઘાયલ' માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઈડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ અવોર્ડ જીત્યો હતો. 1997માં ફિલ્મફેરે લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપ્યો હતો.ધર્મેન્દ્ર અપકમિંગ ફિલ્મ 'અપને 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, તેમના બે દીકરા સની-બોબી તથા પૌત્ર કરન દેઓલ જોવા મળશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121