ટીમ ઇન્ડીયા આજે કેવો દેખાડશે દમ, રોહિત-ઈશાન ઓપનિંગ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 12:34:39
  • Views : 335
  • Modified Date : 2021-03-16 12:34:39

    ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં જે પ્રકારના હાલ હતા, એવી જ સ્થિતી હાલમાં T20 સિરીઝમાં પણ જોવા મળી રહી છે. પહેલી મેચમાં હાર બાદ ભારતે રવિવારે 14 માર્ચે ઇંગ્લેંડને બીજી T20 મેચમાં 7 વિકેટ એ હરાવી દીધુ હતુ.

     ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં જે પ્રકારના હાલ હતા, એવી જ સ્થિતી હાલમાં T20 સિરીઝમાં પણ જોવા મળી રહી છે. પહેલી મેચમાં હાર બાદ ભારતે રવિવારે 14 માર્ચે ઇંગ્લેંડને બીજી T20 મેચમાં 7 વિકેટ એ હરાવી દીધુ હતુ. પ્રથમ મેચમાં જ્યાં ભારતીય ટીમ પુરે પુરી દમ વિનાની દેખાઇ રહી હતી, તો બીજી મેચમાં દરેક મોર્ચે આગળ જોવા મળી હતી. સવાલ એ છે કે ભારતીય ટીમ (Team India) આ જીતને એક લયમા બદલીને પોતાના પરિણામોમાં નિરંતરતા હાંસલ કરી શકશે ? જેનો જવાબ પણ ત્રીજી T20 મેચ થી મળી શકશે. જે અનેક પ્રકારે મહત્વનુ હશે, કારણ કે આ મેચમાં પ્લેયીંગ ઇલેવન ની માથાકૂટ થી લઇને ઇંગ્લેંડ ની વાપસીના ખતરાને લઇને પણ વિરાટ કોહલી  અને ટીમ ઇન્ડીયાએ તૈયાર રહેવુ પડશે.

આમ તો મોટેભાગે જીત બાદ બધુ જ સારુ લાગતુ હોય છે, પરંતુ ભારત માટે બીજી T20 મેચ ખરેખર જ બધી જ રીતે શ્રેષ્ઠ રહી હતી. ટીમ એ પાવરપ્લે માં ખૂબ કસીને બોલીંગ કરી હતી. ભૂવનેશ્વર કુમાર એ પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપી હતી. વચ્ચેની ઓવરોમાં ઇંગ્લેંડ એ જરુર ઝડપથી રન મેળવ્યા હતા, પરંતુ ભારતે અંતર સાથે વિકેટો મેળવી હતી. ઇંગ્લેંડને પુરી તાકાત સાથે એટેક કરવાનો મોકો નહોતો આપ્યો.

    ભારતની જીત માટે સૌથી મહત્વની બાબત ડેથ ઓવર એટલે કે આખરી 5 ઓવર રહી હતી. મેચ ની પુરી ચમક દમક ઇશાન કિશન અને વિરાટ કોહલી ની ઇનીંગ રહી હતી. પરંતુ જોકે તેની મહત્વની બાબત ડેથ ઓવરોમાં ભારતની બોલીંગની હતી. ભૂવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યાએ 16 થી 20 ઓવરમાં ફક્ત 35 રન જ આપ્યા હતા. જ્યારે બેન સ્ટોક્સ અને ઓયન મોર્ગન જેવા તોફાની બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી. એટલે કે ભારત પાસે અંતિમ ઓવરોમાં નિયંત્રણ લગાવવાની કાબેલિયત જે મેચમાં જોવા મળી હતી. જે સિરીઝની બચેલી મેચોમાં પણ જાળવી રાખવી જરુરી રહેશે.

    ઇશાન કિશન એ પોતાની ડેબ્યુ મેચમાં જે રીતે ઇનીંગ રમી છે, જે દરરોજ જોવા મળતી નથી. એવો હુમલો, જેણે પ્રથમ ઓવરમાં ગુમાવેલી વિકેટ નુ દબાણ પણ આવવા નહોતુ દીધુ. પ્રથમ ઓવરમાં કેએલ રાહુલ ની વિકેટ ગુમાવી હતી. રાહુલ એક ખતરનાક ખેલાડી છે, તેની સતત બે વારની નિષ્ફળતા જરુર ચિંતાનો વિષય છે.

    કેએલ રાહુલને હવેની મેચમાં મોકો મળશે ? આ પણ એક મોટો સવાલ છે. રોહિત શર્મા ને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને હવે તેનુ પરત ફરવુ નક્કી છે. આવામાં રોહિત શર્માની સાથે ઓપનીંગ કોણ કરશે ? રાહુલ કે ઇશાન ? પ્રથમ મેચમાં જ શાનદાર પ્રદર્શન બાદ ઇશાનને ડ્રોપ કરવો એ સમજદારી નથી. બીજા ઓપનર રાહુલ ને ફક્ત બે મેચની નિષ્ફળતાને લઇને ડ્રોપ કરવો એ યોગ્ય નથી. જોકે ટીમ ઇન્ડીયા આ સિરીઝમાં તમામ પ્રકારના વિકલ્પોને અજમાવવા માટે પ્રયાસ કરશે. એટલા માટે જ હવે જો રાહુલ ડ્રોપને કરવામાં આવે છે તો તે આશ્વર્ય પણ નહી થવુ જોઇએ.

    આ મેચમાં સૂર્યકુમાર યાદવને જરુર અજમાવાઇ શકે છે. બીજી મેચમાં સૂર્યા એ ઇશાન કિશન સાથે ડેબ્યુ કર્યુ હતુ, જોકે બેટીંગનો મોકો નહોતો મળી શક્યો. ટીમ જીતની નજીક હતી, જોકે આ દરમ્યાન અંતિમ સ્થિતીને માટે શ્રેયસ ઐયરને મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. જે થોડુ હેરાની વાળુ હતુ, પરંતુ તેના પાછળ પણ કારણ હોઇ શકે છે. સૂર્યાની કાબેલિયત ને પૂરી રીતે ચકાસી લીધા બાદ ટીમ મુશ્કેલ અથવા સારી સ્થિતીની રાહ પણ જોઇ રહી હોય. કોઇ પણ સ્થિતીમાં હવે ત્રીજી મેચમાં સૂર્યાને બેટીંગનો મોકો મળી શકે છે.

    આ દરમ્યાન ઇંગ્લેડને પણ તેના માટેના પડકાર ઓછા નથી. બીજી મેચમાં ભારતીય સ્પિનરો અને મિડીયમ પેસરોની ઝડપમાં બદલાવ થી વધારે પરેશાની થઇ હતી. ટીમના ધાકડ ઓપનર જોસ બટલર પ્રથમ બંને મેચોમાં બેએસર રહ્યો હતો. પ્રથમ મેચમાં તેના બેટ થી રન જરુર આવ્યા હતા, પરંતુ તે ક્રિઝ પર પરેશાન દેખાતો હતો. બીજી મેચમાં જ તો તેણે પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. તો વળી વચ્ચેની ઓવરોમાં પણ ટીમ એ પોતાની વિકેટોને ગુમાવી દીધી હતી. વિશ્વના નંબર વન બેટ્સમેન ડેવિડ મલાન પણ પોતાના અંદાજ મુજબ ખુલીને બેટીંગ કરી શક્યો નહોતો, જેવી બેટીંગ માટે તે જાણીતો છે. આવામાં ટીમને એક સારી બેટીંગની આશા હશે.

    તો વળી બોલીંગ માં પણ બીજી મેચમાં ઇંગ્લેંડના માર્ક વુડ ની ખોટ વર્તાઇ હતી. વુડ પોતાની ઝડપ ને લઇને પ્રથમ મેચ થી જ ભારતને પરેશાન કરી રહ્યો છે. બીજી મેચમાં જોફ્રા આર્ચરને સાથ આફવા માટે કોઇ અન્ય ઝડપી બોલર કાબેલ ના દેખાઇ શક્યો, આ જ કામ વુડ ત્રીજી મેચમાં કરી દેખાડવા પ્રયાસ કરશે.

 

Download Our B K News Today App



Related News