અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ, આગામી ત્રણ દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 11:40:25
  • Views : 560
  • Modified Date : 2020-12-28 11:40:25

    ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતના અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. નલિયામાં પારો ગગડીને 3.2 ડિગ્રી પહોંચી ગયો હતો. ત્યારે ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમામે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે દરિયામાં મોટો કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ તાપમાન રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો વધારો જ્યારે 13.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.1ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 10થી 12 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહી શકે છે. ગત રાત્રિએ 8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ સિવાય અન્યત્ર જ્યાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય તેમાં 12 ડિગ્રી સાથે ગાંધીનગર અને 12.2 સાથે ડીસાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં વધારો થઇ શકે છે.

    ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 28થી 30 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 8 ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. રાજ્યમાં 3.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. ડીસામાં 6.7 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટ પર 5.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 7.5, કેશોદમાં 8 ડિગ્રી, તાપમાન નોંધાયું છે.


Download Our B K News Today App



Related News