કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા રિટર્ન્સ'ના પ્રોડ્યૂસર કમલ જૈને કહ્યું, '1950 પહેલાંની વાર્તા પર કૉપીરાઈટ હોતો નથી'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 15:11:47
  • Views : 412
  • Modified Date : 2021-01-16 15:11:47

    કંગના રનૌત પર તેની આગામી ફિલ્મ 'મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા' માટે ઓથર આશીષ કૌલે વાર્તા ચોરી કરવાનો આક્ષેપ મૂક્યો છે. જોકે, ફિલ્મના પ્રોડ્યૂસર કમલ જૈને આ આક્ષેપોનું ખંડન કર્યું છે. આશીષ કૌલને ઓળખતા નથી અને તેમણે તેની બુક પણ વાંચી નથી.કમલે જૈને કહ્યું હતું, 'જે મહાન વીર કે વીરાંગનાઓની વાર્તા સન 1950 પહેલાંની છે, તેમના પર કૉપીરાઈટ્સની જરૂર હોતી નથી. ઝાંસીની રાણી માટે અમે જે ફિલ્મ બનાવી હતી, તેમાં પણ અમારા કોઈ રાઈટ્સ લેવાની જરૂર પડી હોતી. ધોનીની બાયોપિક માટે રાઈટ્સ લીધા હતા, કારણ કે તે આજના સમયની વાત છે.

    જૈને કહ્યું હતું, 'દિદ્દા પર અમે એક મહિના પહેલાં જ બે રાઈટર્સને લાર્જર ધેન લાઈફ વાર્તા લખવાનું કહ્યું હતું. તેમના નામ પણ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું. 'એવેન્જર્સ' સિરીઝમાં 'બ્લેક પેન્થર'ની વાર્તા સૌથી સ્ટ્રોંગ હતી, તેમાં ભારતીય માયથોલોજીની એક ઝલક હતી. અમે 'દિદ્દા'ને બ્લેક પેન્થર'ના સ્કેલથી પણ વધુ ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ. આ ફિલ્મનું બજેટ 80 કરોડથી વધુ હોઈ શકે છે.કાશ્મીરી પંડિત આશીષ કૌલે દાવો કર્યો હતો કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. તેમણે કાશ્મીરની વીરાંગના દિદ્દા પર પુસ્તક લખ્યું છે. તેમણે બુકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે કરાવ્યું હતું. આ વિષય પર તેમના સિવાય અન્ય કોઈએ બુક લખી નથી. આવામાં કોઈ કેવી રીતે ફિલ્મ બનાવી શકે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139