ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલ આ સ્ટાર ખેલાડી હવે રણજી ટ્રોફીમાં પોતાનું નસીબ અજમાવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-10 08:47:09
  • Views : 104
  • Modified Date : 2024-01-10 08:47:09

ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો શ્રેયસ અય્યર હવે રણજી ટ્રોફીમાં રમી ફરી ટીમ ઈન્ડિયા ફરી સફળ કમબેક કરવા પ્રયાસ કરશે. 12 જાન્યુઆરીથી મુંબઈ અને આંધ્રપ્રદેશ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાવાની છે, જેમાં શ્રેયસ અય્યર પણ ભાગ લેશે. આ રણજી સિઝનમાં મુંબઈની આ બીજી મેચ હશે, પ્રથમ મેચમાં મુંબઈએ બિહારને ઈનિંગ અને 51 રને હરાવ્યું હતું.હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું ન હતું. તેણે ચાર ઈનિંગ્સમાં માત્ર 40 રન બનાવ્યા, જેમાં તેણે પ્રથમ ટેસ્ટમાં 31, 6 અને બીજી ટેસ્ટમાં 0, 4 રન બનાવ્યા હતા. આ પહેલા પણ શ્રેયસ અય્યરનું પ્રદર્શન બહુ સારું નહોતું, હવે તેની અસર જોવા મળી રહી છે.જ્યારે શ્રેયસને અફઘાનિસ્તાન શ્રેણીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો ત્યારે પ્રશ્ન ઊભો થયો કે શું તે T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન મેળવી શકશે કે નહીં, કારણ કે અફઘાનિસ્તાન શ્રેણી જ ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપનો આધાર તૈયાર કરશે અને અત્યારે આ પ્લાનમાં શ્રેયસ અય્યરનું સ્થાન સ્પષ્ટ જણાતું નથી.રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર , આવેશ ખાન, અર્શદીપ સિંહ.11 જાન્યુઆરી- પહેલી T20, મોહાલી 14 જાન્યુઆરી- બીજી T20, ઈન્દોર 17 જાન્યુઆરી- ત્રીજી T20, બેંગલુરુ.

Download Our B K News Today App



Related News