ઉંદર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એવી જગ્યાએ ઘુસી ગયુ કે વિમાન બે કલાક માટે રોકવું પડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 13:15:34
  • Views : 285
  • Modified Date : 2022-04-22 13:15:34

ઉંદર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એવી જગ્યાએ ઘુસી ગયુ કે વિમાન બે કલાક માટે રોકવું પડ્યું

 

ઉંદરના કારણે ફ્લાઈટમાં થયુ મોડું

ટાટા સમૂહ દ્વારા સંચાલિત એર ઈન્ડિયાની શ્રીનગર-જમ્મુ ફ્લાઈટ ગુરૂવારે વિમાનમાં એક ઉંદરને જોયા બાદ લગભગ બે કલાક મોડી રવાના થઇ. ઉંદરના કારણે ફ્લાઈટમાં મોડુ થયુ હોવાની માહિતી અધિકારીઓએ આપી. અધિકારીઓએ જણાવ્યું કે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (ડીજીસીએ) પણ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાંથી ઉંદરને હટાવ્યાં બાદ વિમાન શ્રીનગર હવાઈમથકથી રવાના થયુ. ઘટનાના કારણે વિમાનની કામગીરીમાં લગભગ બે કલાક મોડુ થયુ. 

 

સમયથી બે કલાક બાદ રવાના થઈ ફ્લાઈટ

અધિકારીઓએ કહ્યું કે ફ્લાઈટ નંબર એઆઈ 822ના પ્રસ્થાનનો નક્કી કરેલ સમય બપોરના સવા બે વાગ્યે હતો. પરંતુ આ સાંજે ચાર વાગ્યેને 10 મિનિટે રવાના થઈ. ન્યુઝ એજન્સીએ એર ઈન્ડિયામાંથી આ મામલે નિવેદન લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ જવાબ ના મળ્યો. ઉલ્લેખનીય છે કે ટાટા સમુહે 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયાનુ સંચાલન સંભાળ્યું. કેન્દ્રએ સફળ બોલી પ્રક્રિયા બાદ ગયા વર્ષે 8 ઓક્ટોબરે એર લાઈનને ટાટા સમુહે વેચી દીધી. 

 

 

Download Our B K News Today App



Related News