પેરિસમાં 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલમ્પીક ગેમ્સ રમાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-08 17:49:18
  • Views : 200
  • Modified Date : 2024-08-08 17:49:18

પેરિસ 2024 ઓલિમ્પિકની શરુઆત 26 જુલાીથી થઈ ચૂકી છે, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં ભારત સહિત દુનિયાના અનેક દેશના ખેલાડીઓ રમી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. પેરિસ ઓલિમ્પિક બાદ પેરા ઓલિમ્પિકની શરુઆત થશે.પેરિસ ઓલિમ્પિક 2024 પૂર્ણ થતાં જ પેરિસમાં પેરાલિમ્પિકની શરુઆત થશે. ટોક્યો પેરાલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ દેશનું નામ રોશન કરી ચૂક્યા છે. ત્યારે હવે પેરિસ પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 5 ખેલાડીઓ ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા જઈ રહ્યા છે.28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં પેરા ઓલિમ્પિકમાં યોજાશે. આ પેરાલિમ્પિકગેમ્સમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 ખેલાડીઓ ભાગ લીધો છે. તેમજ પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લેશે.જેમાં ભાવના પટેલ પેરા ટેબલ ટેનીસ સીંગલ વુમન ક્લાસ 4માં ભાગ લેશે. ભાવના પટેલ પેરા ઓલિમ્પિક ટોક્યો 2020માં સિલ્વર મેડેલ અને એશીયન ગેમ્સની સીલ્વર મેડલ વિજેતા છે.સોનલ પટેલ પેરા ટેબલ ટેનીસ સીંગલ વુમન ક્લાસ 3માં ભાગ લેશે. તેમજ ભાવના ચૌધરી એફ 46 કેટેગરીમાં જેવલીન થ્રોમાં ભાગ લેશે. નિમિષા સી એસ એફ 46 કેટેગરી લોન્ગ જમ્પમાં ભાગ લેશે અને રાકેશ ભટ્ટ ટી 37 કેટેગરીનાં 100 મીટરમાં ભાગ લેશે. ગુજરાતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કરશે તેવી સૌ કોઈને આશા છે.ભાવિના પટેલ ભારત દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી છે. ભાવિનાએ પોતાની પ્રથમ પેરા ઓલિમ્પિક ગેમ્સમાં દેશને પ્રથમ મેડલ અપાવ્યો હતો.ભાવિનાએ સિલ્વર મેડલ જીતાડ્યો હતો. આ વખતે ભાવિના પટેલ ગોલ્ડ મેડલ જીતે તેવી આશા છે.

Download Our B K News Today App



Related News