અક્ષય કુમાર બાદ હવે ભૂમિ પેડનેકર તથા વિકી કૌશલનો રિપોર્ટ પોઝિટિવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 13:08:45
  • Views : 340
  • Modified Date : 2021-04-05 13:08:45

    દેશમાં અને તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બોલિવૂડ તથા ટીવી સ્ટાર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. અક્ષય કુમાર બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    ભૂમિએ સો.મીડિયામાં કહ્યું હતું, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે મારામાં થોડાં લક્ષણો છે, પરંતુ મને સારું છે અને હું આઈસોલેટ થઈ ગયું છું. હું ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહી છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમને વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. સ્ટીમ, વિટામિન C, ફૂડ તથા સારો મૂડ..હાલની પરિસ્થિતિને હળવાશથી ના લેશો, મેં તમામ પ્રકારની સાવચેતી રાખી હોવા છતાંય મને કોરોના થયો. માસ્ક પહેરો, હાથ સતત ધોતા રહો અને સો.ડિસ્ટન્સિંગનું પાલન કરો.'

    ​​​​​​​વિકી કૌશલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી. તેણે સો.મીડિયામાં કહ્યું હતું, 'તમામ સાવચેતી રાખ્યા હોવા છતાંય મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હોમ ક્વૉરન્ટીન છું. ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તામમ લોકોએ પોતાનો ટેસ્ટ કરાવી લો. સાવચેતી રાખો અને સલામત રહો.'​​​​​

    નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ટીવી એક્ટર તથા 'બિગ બોસ'ના પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની ધરપકડ ડ્રગ્સ કેસમાં કરી હતી. એજાઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. એજાઝ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓના હવે ટેસ્ટ કરવામાં આવશે.

    અક્ષય કુમારને કોરોના થયા બાદ તે હોસ્પિટલમાં એડમિટ થયો છે. કાર્તિક આર્યનનો હાલમાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં જ સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી આલિયા ભટ્ટ, ગોવિંદા, આમિર ખાન, આમિરનો મિત્ર અમીન હાજી, આર. માધવન, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, મિલિંદ સોમણ, ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર, સતીશ કૌશિક તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.

    રવિવાર, 4 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં 57,074 નવા દર્દી મળી આવ્યા હતા. 27,508 દર્દી સાજા થયા અને 222 લોકો મૃત્યુ પામ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 30.10 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 25 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 55,878 લોકો મૃત્યુ પામ્યાં છે. હાલમાં અહીં લગભગ 4.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121