પરીક્ષામાં ચોરી અટકાવવા ઈન્ટરનેટ સેવ કરવામાં આવી બંધ

  • Published By :
  • Published Date : 2022-09-10 15:34:53
  • Views : 245
  • Modified Date : 2022-09-10 15:34:53

   દેશમાં અનેક સ્થળોએ વિવિધ પરીક્ષા દરમિયાન ચોરી અટકાવવાના ઉદ્દેશ્યથી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવતી હોય છે. સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારે ઈન્ટરનેટ સેવા બંધ કરવાના નિયમને પડકારતી અરજી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન અને અરૂણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નકલ રોકવા માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટરની જનહિતની અરજી મામલે સુનાવણી દરમિયાન આઈટી મંત્રાલયને નોટિસ પાઠવી છે અને 3 સપ્તાહની અંદર જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયને અરજીમાં પક્ષકાર તરીકે સામેલ કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે મંત્રાલયને ઈન્ટરનેટ બંધ કરવાના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અંગેનું સોગંદનામુ દાખલ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર ઈન્ટરનેટ બંધ કરીને લોકોના મૌલિક અધિકારોનું હનન કરી રહી છે. 

Download Our B K News Today App



Related News