સરકાર આંખ આડા કાન કરીને આગ સાથે રમત રમી રહી છે, જીદ છોડી દે અને મજબૂત પ્રસ્તાવ મોકલે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 12:42:08
  • Views : 432
  • Modified Date : 2020-12-24 12:42:08

    કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 29મો દિવસ છે. તેમણે સરકાર સાથેની વાતચીતનો પ્રસ્તાવ બુધવારે ફગાવી દીધો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે સરકારના પ્રસ્તાવમાં કોઈ દમ નથી, નવો એજન્ડા લાવે ત્યારે જ વાતચીત થશે. ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે "સરકાર ખેડૂતોની અવગણના કરીને આગ સાથે રમી રહી છે, તેણે પોતાની જીદ છોડી દેવી જોઈએ."

  •     કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 20 ડિસેમ્બરના રોજ ખેડૂત નેતા ડો દર્શનપાલને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, એથી જવાબ પણ દર્શનપાલના ઇ-મેલ દ્વારા સંયુક્ત સચિવને જ મોકલવામાં આવ્યો હતોખેડૂતોએ લખ્યું છે- આપે પૂછ્યું છે કે અમારો છેલ્લો પત્ર એક વ્યક્તિનો અભિપ્રાય છે અથવા બધાં સંગઠનોનો અભિપ્રાય છે. અમે જણાવી દઇએ કે તે સંયુક્ત મોરચાની સંમતિથી મોકલવામાં આવેલો જવાબ હતો. એના પર સવાલ ઉઠાવવાનું સરકારનું કામ નથી.તમારો પત્ર પણ આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ હતો. સરકાર કથિત ખેડૂત નેતાઓ અને આ પ્રકારના કાગળ પરનાં સંગઠનો સાથે વાટાઘાટો કરીને આંદોલન વિખેરવાના પ્રયાસ કરી રહી છે, જેની આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી.પ્રદર્શનકારી ખેડૂતો સાથે એવી રીતે વર્તી રહ્યા છે, જાણે તેઓ સરકારના રાજનીતિક વિરોધીઓ હોય. આપનું આ પ્રકારનું વલણ પ્રદર્શનને ઉગ્ર બનાવવા માટે મજબૂર કરી રહ્યું છે.અમને આશ્ચર્ય છે કે સરકાર હજુ પણ ત્રણ કાયદાને રદ કરવાની અમારી માગને સમજી શકી નથી. અનેક રાઉન્ડની વાટાઘાટો દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કાયદામાં આવા પરિવર્તન અમને સ્વીકાર્ય નથી5 ડિસેમ્બરે મૌખિક પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી અમને કહેવામાં આવ્યું હતું કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી નક્કર પ્રસ્તાવ મોકલવામાં આવશે, પરંતુ જે પ્રસ્તાવ9 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો છે એ 5 ડિસેમ્બરની ચર્ચાઓવાળો જ હતો, જેને અમે પહેલાં જ ફગાવી દીધો છે.
  •     MSP પર તમે વર્તમાન ખરીદી સિસ્ટમથી સંબંધિત લેખિત ભરોસાનો પ્રસ્તાવ રાખી રહ્યા છો. ખેડૂત સંગઠન રાષ્ટ્રીય ખેડૂત આયોગની ભલામણ મુજબ ન્યૂનતમ ટેકાના ભાવે (સી 2 + 50%) બધા પાકની ખરીદી માટે કાનૂની ગેરંટીની માગ કરી રહ્યા છીએ.વીજળી અધિનિયમ (સુધારો) બિલ અંગેનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી. જ્યારે તમે ક્રોસ સબસિડી બંધ કરવાની જોગવાઈ વિશે સ્પષ્ટતા કરતા નથી, તો આ મુદ્દે પણ જવાબ આપવો નકામો છે.અમે વાટાઘાટો માટે તૈયાર છીએ અને રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ક્યારે આ ચર્ચાને ખુલ્લા મન, ખુલ્લા મગજ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધારે.અપીલ કરીએ છીએ કે નકામા ફેરફારો માટે નકારવામાં આવેલા પ્રસ્તાવોને પુનરાવર્તિત કરવાને બદલે નક્કર પ્રસ્તાવ મોકલો, જેથી તેને એજન્ડા બનાવીને વાતચીત ફરીથી શરૂ થઈ શકે.

Download Our B K News Today App



Related News