મહારાષ્ટ્રમાં ફરી ધૂળ્યું ભાષાનું ભૂત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-07 16:04:47
  • Views : 334
  • Modified Date : 2025-03-07 16:04:47

મુંબઈમાં મરાઠી ભાષા પર ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી હોબાળો મચ્યો છે. જોશીના નિવેદનને રદિયો આપતાં પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠીને મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા ગણાવી છે. વિધાનસભામાં ભૈય્યાજી જોશીના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જોઈએ.

મહારાષ્ટ્રમાં ફરી ધૂળ્યું ભાષાનું ભૂત, RSS ના ભૈય્યાજી જોશીના નિવેદને હોબાળો મચાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- મુંબઈની ભાષા મરાઠી


મરાઠી ભાષાને લઈને RSS નેતા ભૈય્યાજી જોશીની ટિપ્પણી બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને વિવાદ વકર્યો છે. હવે ભૈય્યાજી જોશીના નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું છે કે, મુંબઈની ભાષા મરાઠી છે અને અહીં રહેતા લોકોએ મરાઠી ભાષા તો શીખવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૈય્યાજી જોશીએ કહ્યું હતું કે, મુંબઈ આવતા લોકોએ મરાઠી ભાષા શીખવી જરૂરી નથી.


આજે ગુરુવારે વિધાનસભામાં સંબોધન કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું કે, મરાઠી એ મુંબઈ, મહારાષ્ટ્ર અને રાજ્ય સરકારની ભાષા છે અને અહીં રહેતા લોકોએ તેને શીખવી જોઈએ. મુખ્યમંત્રી અને ભાજપના નેતાએ કહ્યું કે મરાઠી એ મહારાષ્ટ્રની સંસ્કૃતિનો એક ભાગ છે અને આપણા મહારાષ્ટ્ર રાજ્યની ઓળખ છે અને રાજ્યના દરેક નાગરિકની ફરજ છે કે તે મરાઠી ભાષા શીખે.


આજે ગુરુવારે વિધાનસભામાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ શિવસેના (યુબીટી)ના ધારાસભ્યો વચ્ચે મરાઠી ભાષાને લઈને ઉગ્ર ચર્ચા થવાની સાથે વિધાનસભાની કાર્યવાહી ખોરવાઈ જવા પામી હતી. વિધાનસભાની કાર્યવાહી પાંચ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી

Download Our B K News Today App



Related News