ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી 18 ઓક્ટોબરે જાહેર થઈ શકે છે

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 16:49:48
  • Views : 212
  • Modified Date : 2022-10-16 16:49:48

    ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CPC) ની બેઠક 18 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. આ બેઠક બાદ હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી હોવાથી રાજકીય પક્ષોની પ્રવૃતિઓ પણ વધી ગઈ છે. ચૂંટણી પંચે જાહેરનામાથી લઈને મતદાન અને મતગણતરી સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યા પછી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. જેના કારણે હિમાચલમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CPC)ની બેઠક 18 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. આ બેઠક બાદ હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી (First list of BJP candidates) જાહેર થઈ શકે છે. ભાજપની બેઠકને લઈને, ઉમેદવારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે.ભાજપ આ વખતે પણ કોઈ જોખમ લેવા તૈયાર નથી. જે ધારાસભ્યોનું કામ નબળું રહ્યું છે અથવા જીતી શકે તેમ નથી તેમના પત્તાં આ ચૂંટણીમાં ચોક્કસ કપાશે. પાર્ટી આવા નેતાઓને બદલે નવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે. મીડિયા રિપોર્ટ મુજબ ટિકિટની વહેંચણી પહેલા જ ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓ સક્રિય થઈ ગયા છે. સીટીંગ ધારાસભ્યો પોતાના પાંચ વર્ષના રીપોર્ટ કાર્ડ લોકોમાં રજૂ કરી રહ્યા છે ત્યારે અન્ય નેતાઓ પણ છે જેઓ ચૂંટણી લડવાના દાવા વચ્ચે ધારાસભ્યોની નિષ્ફળતા જણાવી રહ્યા છે. ભાજપના કેટલાક નેતા પંચાયતોની મુલાકાત લઈને કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. લોકોની સમસ્યાઓ સાંભળીને પ્રશાસન અને સરકાર સમક્ષ રાખી તેમને દૂર કરવામાં આવી રહ્યા છે.હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની કુલ 68 બેઠકો છે. તમામ બેઠકો માટે 12 નવેમ્બરે એક સાથે મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની ચૂંટણી બાદ, હિમાચલપ્રદેશમાં નવી સરકાર 12 ડિસેમ્બરની આસપાસ શપથ લેશે. હિમાચલપ્રદેશમાં હાલ ભાજપ સત્તામાં છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. જેના કારણે ત્રીપાખિયો જંગ ખેલાશે.

 

Download Our B K News Today App



Related News