મિશન ગગનયાનમાં ક્રૂ-કેબિનનો કંટ્રોલ અમદાવાદમાંથી થશેઃ નિલેશ દેસાઈ, ડાયરેક્ટર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:15:36
  • Views : 357
  • Modified Date : 2021-01-01 11:15:36

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સંશોધન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક તરીકે જાણીતા ગુજરાતી વૈજ્ઞાનિક નિલેશ દેસાઈની નિમણૂંક થઈ છે. ત્રણ દાયકાથી ઈસરો સાથે જોડાયેલા નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ હવે દેશની આ ટોચની અવકાશ સંશોધન સંસ્થા કાર્ય કરશે. ડો. વિક્રમ સારાભાઈએ સ્થાપેલી આ સંસ્થામાં અગાઉ 1985 આસપાસ ડો. ભાવસાર નિયામક હતા. એ પછી 35 વર્ષ બાદ ગુજરાતી વૈજ્ઞાનિકને નેતૃત્વની તક મળી છે.

    નિલેશ દેસાઇથેન્ક યુ, ડો. વિક્રમ સારાભાઈએ સ્થાપેલી આ સંસ્થાના નિયામક તરીકે મારી નિમણૂંક થાય એ અંગત મારા માટે પણ ગૌરવ તો છે જ, પણ એક ગુજરાતી તરીકે જવાબદારીની બાબત પણ બને છે. મારા પહેલાં ૧૯૮૫ આસપાસ ડો. પી.ડી.ભાવસાર સાહેબ એકાદ વર્ષ જેટલાં સમય માટે નિયામકપદે રહી ચૂક્યા છે. એ જોતાં, ડો. વિક્રમ સારાભાઈ અને ભાવસારસાહેબ પછી હું ત્રીજો ગુજરાતી છું. સક્સેસ સ્ટોરી તો એક લીટીની જ છે. ખંતથી મહેનત કરવી અને પરિણામની પરવા કર્યા વગર લગનપૂર્વક કામ કરતાં રહેવું. મારું મૂળ વતન નવસારી. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ બાદ એન્જિનિયરિંગના અભ્યાસ માટે હું અમદાવાદ આવ્યો ત્યારથી આ શહેર મારી કર્મભૂમિ બની રહ્યું છે. હું એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ભણ્યો છું. છેલ્લાં સેમેસ્ટરમાં હતો એ વખતે જ ઈસરોમાં મારી પસંદગી થઈ હતી.એવો પ્રોજેક્ટ તો હું બેશક નાવિકને ગણાવીશ. આ નામ ખરેખર તો (વડાપ્રધાન) મોદીસાહેબે આપેલું છે. એ ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ છે. પરંતુ નાવિકનો અર્થ થાય છે નૌકા ચલાવનાર અથવા નેવિગેટર. મોદીસાહેબે સુચવેલા એ નામને અમે અંગ્રેજીમાં નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટલેશન તરીકે NavIC બનાવ્યું છે. આ બહુ જ ક્રાંતિકારી સિસ્ટમ બનવાની છે.

    એક્ચ્યુઅલી એ સંપૂર્ણપણે ભારતીય સેટેલાઈટ પર આધારિત પોઝિશનિંગ એન્ડ નેવિગેટિંગ સિસ્ટમ છે. ખાસ ભારતીય ઉપખંડની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ સિસ્ટમની એક્યુરસી અન્ય સિસ્ટમ કરતાં અનેકગણી વધુ ચોક્સાઈભરી છે. એ માટેના ૮ સેટેલાઈટ હાલ ભ્રમણકક્ષામાં છે તેનો પે-લોડ પણ અહીં બને છે એ પણ નોંધપાત્ર બાબત છે.હાલ ૨૭૦૦ ટ્રેનમાં આ સિસ્ટમ લાગુ થઈ ચૂકી છે અને વધુ ૬૦૦૦ ટ્રેનમાં લાગુ કરવાની યોજના છે. આ સિસ્ટમમાં લાગુ થયેલ સેટેલાઈટ ટર્મિનલ વડે શતાબ્દિ, રાજધાની સહિતની ટ્રેનના લોકેશનનું ટ્રેસિંગ આસાન રહે છે જેને લીધે ટ્રાફિક, રુટચાર્ટ સહિતનું એડમિનિસ્ટ્રેશન આસાન અને ચોક્સાઈભર્યું બની શકે છે. આગામી સમયમાં રેલવે ટ્રાફિકનું તમામ નિયમન આ સિસ્ટમના આધારે ઓટોમેટિક બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    
    ઈસરો અન્ય સંસ્થાઓ જેવી કે પીઆરએલ, સાયન્સ સિટી વ.ના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન સંબંધિત વાર્તાલાપ, પ્રશ્નોત્તરી, ક્વિઝ, પ્રોજેક્ટ કોમ્પિટિશન યોજે છે. જેમાં ભાવનગરની એક સ્કૂલમાં અમે કરેલાં કાર્યક્રમ દરમિયાન મેં અનુભવ્યું હતું કે ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગિય પરિવારના બાળકો પણ ભારે રસ દાખવતા હોય છે. વિદ્યાર્થીઓની સરળતા ખાતર અમે ગુજરાતી ભાષામાં વ્યાખ્યાનો અને એક્ઝિબિશન પણ સમયાંતરે યોજતા રહીએ છીએ, જેને બહુ જ સારો પ્રતિસાદ મળે છે એ જોતાં મને વિશ્વાસ છે કે આગામી સમયમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ગુજરાતનું ભાવિ બહુ ઉજળું છે.


Download Our B K News Today App



Related News