કંપની વનપ્લસ 8T, 8 સિરીઝ અને ટીવી પર બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે; 24999 રૂપિયાની મેમ્બરશિપ 99 રૂ.માં લેવાની તક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 16:10:12
  • Views : 396
  • Modified Date : 2020-12-17 16:10:12

    ચાઈનીઝ કંપની વનપ્લસ પોતાનો 7મી એનિવર્સરી સેલ લઈને આવી છે. આ સેલ દરમિયાન વનપ્લસ 8T, વનપ્લસ 8 સિરીઝ અને વનપ્લસ ટીવી પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ https://www.oneplus.in/ની સાથે તેની એપ પર પણ મળશે. ઓફર માત્ર 17 ડિસેમ્બર માટે માન્ય છે. કંપની પોતાની પાવરબેંક અને ઓડિય પ્રોડક્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે.એમેઝોન ઈન્ડિયા HDFC બેંક કાર્ડથી વનપ્લસ 8T પર 2000 રૂપિયા અને વનપ્લસ 8 સિરીઝ પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોને વનપ્લસના સિલેક્ટેડ ઓડિયો પ્રોડક્ટ્સ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ડિસ્કાઉન્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 17 અને 18 ડિસેમ્બર સુધી આપવામાં આવશે.

    વનપ્લસના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોને HDFC બેંક કાર્ડ પર 2000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને સરળ EMI ઓપ્શન મળશે. અમેરિકન એક્સપ્રેસ કાર્ડથી વનપ્લસ સ્માર્ટફોન ખરીદવા પર 10 ટકાનું કેશબેક પણ મળશે. જે ગ્રાહકો કંપનીની એપથી સ્માર્ટફોન ખરીદશે તેમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ વાઉચર મળશે. અહીંથી વનપ્લસ પાવરબેંકને 777 રૂપિયામાં ખરીદી શકાય છે. કંપનીના ઓડિયો પ્રોડક્ટ્સ પર પણ 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓફર 17 ડિસેમ્બર સુધી વેલિડ છે.વનપ્લસે પોતાની રેડ કેબલ લાઈફ રજૂ કર્યું છે. તેની ઈન્ટ્રોડક્ટરી કિંમત 999 રૂપિયા છે. તેના પર કંપની 12 મહિનાની એક્સટેન્ડ વોરંટી અને 12 મહિના માટે 50GB ક્લાઉડ સ્ટોરેજ પણ ફ્રી આપી રહી છે. ગ્રાહકોને 12 મહિનાની એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ પણ મળશે.

    જે ગ્રાહકોએ રેડ કેબલ ક્લબ મેમ્બરશિપ લીધી છે તેઓ પોતાના વનપ્લસ 3 અને ત્યારબાદ આવતા વનપ્લસ 6T સ્માર્ટફોનને વનપ્લસ 8, વનપ્લસ 8 પ્રો અને વનપ્લસ 8Tથી અપગ્રેડ કરી શકે છે. આ ગ્રાહકોને રેડ કેબલ કેર મેમ્બરશિપની સાથે વનપ્લસ પાવરબેંક કોમ્પલિમેન્ટરી તરીકે આપવામાં આવશે. રેડ કેબલ મેમ્બર્સ વનપ્લસના કોઈપણ સ્માર્ટફોનને વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર પરથી ખરીદી શકે છે. તેઓ 2,499 રૂપિયાવાળા રેડ કેબલ કેર મેમ્બરશિપને માત્ર 99 રૂપિયામાં લઈ શકે છે. આ ઓફર 31 ડિસેમ્બર સુધી માન્ય રહેશે.

    વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર્સ પરથી 17 ડિસેમ્બરના રોજ વનપ્લસ 8T સ્માર્ટફોન ખરીદનારા પહેલા 10 ગ્રાહકોને 3000 રૂપિયાનું, 11થી 30 ગ્રાહકોને 2000 રૂપિયાનું, 31થી 70 ગ્રાહકોને 500 રૂપિયાની એક્સેસરિઝ કૂપન ફ્રી આપવામાં આવશે. આ તમામ કૂપન એક મહિના માટે વેલિડ રહેશે. HDFC કાર્ડવાળા ગ્રાહકોને 2000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.કંપની પોતાના એનિવર્સરી સેલ દરમિયાન વનપ્લસ Y સિરીઝના 32 ઈંચ અને 43 ઈંચના ટીવી ખરીદીવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની HDFC બેંક ક્રેડિટ કાર્ડ પર 4000 રૂપિયાની ઓફર આપી રહી છે. ગ્રાહક આ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ટીવીને EMI પર ખરીદી શકશે.




Download Our B K News Today App



Related News