'તાંડવ' વેબ સિરીઝમાં સૈફ અલી ખાનનું પાત્ર રાહુલ ગાંધીથી પ્રેરિત છે, મોહમ્મદ ઝીશાન ઐયુબનું પાત્ર કન્હૈયા કુમાર પર આધારિત છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 14:48:59
  • Views : 333
  • Modified Date : 2020-12-19 14:48:59

    આ અઠવાડિયે જ રિલીઝ થયેલા સૈફ અલી ખાન સ્ટારર વેબ સિરીઝ 'તાંડવ'ના ટીઝરે ખાસ્સી ચર્ચા જગાવી છે. તેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ સિરીઝમાં સૈફ અલી ખાનનું પાત્ર રાહુલ ગાંધી પર આધારિત હશે. પાત્રોની વધુ વિગતો તો સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર પણ જાહેર કરી રહ્યા નથી, પરંતુ નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સિરીઝમાં મહત્ત્વનું પાત્ર ભજવી રહેલા એક્ટર મોહમ્મદ ઝીશાન ઐયુબનું પાત્ર કન્હૈયા કુમારથી ઇન્સ્પાયર્ડ હશે.આ સિરીઝ સાથે જોડાયેલાં સૂત્રો કહે છે, ‘ઇન્ડિયન વેબ સિરીઝના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે, ભારતીય નેતાઓથી પ્રેરિત પાત્રોને ફિક્શનમાં પરોવીને રજૂ કરાઈ રહ્યાં છે. રાજકીય પરિવારોમાં જે રીતના કાવાદાવા મેક્સિકન શો ‘ઈનગોબર્નેબલ’માં દર્શાવાયા છે તેવું જ થ્રિલર અમે અહીં પણ રચ્યું છે. આશા છે કે દર્શકોને ગમશે.’

  •     ‘તાંડવ’ની વાર્તા નવ એપિસોડની છે અને તેમાં ફેબ્રુઆરી 2016માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલી પ્રોટેસ્ટની ઝલક પણ દેખાશે. તેમાં સ્ટુડન્ટ લીડર બનેલા મોહમ્મદ ઝીશાન ઐયુબની ધરપકડનો પ્લોટ પણ છે.એક્ટર અને ડિરેક્ટર એવા તિગ્માંશુ ધુલિયા આ સિરીઝમાં સૈફના પિતાના રોલમાં જોવા મળશે, જે પ્રધાનમંત્રી છે. તે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ બાદ ફરી એક વાર રાજનેતાના રોલમાં દેખાશે. મેકર્સે ફિલ્મમાં ખેડૂત આંદોલન અને તેની આડમાં રાજકીય પાપડ શેકતા લોકોનો પ્લોટ પણ ઉમેર્યો છે. સંજોગોવશાત અત્યારે ખેડૂત આંદોલન ચરમસીમા પર છે. કુમુદ મિશ્રા ફિલ્મમાં ચાણક્ય જેવા પાત્રમાં છે. જ્યારે ડિમ્પલ કાપડિયા અને તિગ્માંશુ ધુલિયા વચ્ચે અપરિણીત પતિ-પત્નીના સંબંધો છે. ‘સેક્રેડ ગેમ્સ’ બાદ સૈફ અલી ખાનની આ બીજી વેબ સિરીઝ છે. ગુરુવારે જ તેનું ટીઝર રિલીઝ થયું છે. જો કે, ટીઝરમાં પાત્રો બાબતે ખુલાસા નથી કરાયા. 15 જાન્યુઆરી, 2021થી એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થવા જઈ રહેલી આ વેબ સિરીઝ 9 એપિસોડની હશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121