મમતા સરકારનો મોટો નિર્ણય, રાજ્યની યુનિવર્સિટીઓમાં હવે રાજ્યપાલ નહીં મુખ્યમંત્રી હશે ચાન્સેલર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 17:14:23
  • Views : 181
  • Modified Date : 2022-05-26 17:14:23

મમતા સરકારનો મોટો નિર્ણય, રાજ્યની યુનિવર્સિટીઓમાં હવે રાજ્યપાલ નહીં મુખ્યમંત્રી હશે ચાન્સેલર

 

રાજ્યની યુનિવર્સિટીઓમાં સામાન્ય રીતે રાજ્યપાલ ચાન્સેલર હોય છે પરંતુ કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી યુનિવર્સિટીઓના ચાન્સેલર હોય તેવું બન્યું નથી પણ હવે બંગાળ સરકારે આ દિશામાં એક મોટો નિર્ણય લેતા રાજ્યની યુનિવર્સિટીઓમાં રાજ્યપાલ નહીં પરંતુ મુખ્યમંત્રી ચાન્સેલર હોવાનો નિર્ણય જાહેર કર્યો છે. 

ટૂંક સમયમાં મમતા સરકાર લાવશે બીલ 
ગુરુવારે મમતા કેબિનેટની બેઠક મળી હતી જેમાં આવો નિર્ણય લેવાયો હતો. બંગાળના શિક્ષણ મંત્રી રાજ્યના શિક્ષણ પ્રધાન બ્રાત્યા બાસુએ જણાવ્યું હતું કે ગુરુવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે રાજ્યની યુનિવર્સિટીઓમાં રાજ્યપાલ નહી પરંતુ મુખ્યમંત્રીને ચાન્સેલર બનાવવા માટે ટૂંક સમયમાં બીલ લાવવામાં આવશે. 

યુનિવર્સિટીઓમાં ચાન્સેલર તરીકે મુખ્યમંત્રી હોય તેવું બંગાળ દેશનું પહેલું રાજ્ય 
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે રાજ્યની યુનિવર્સિટીના વડા તરીકે રાજ્યપાલ રહેતા હોય છે પરંતુ કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી ચાન્સેલર બન્યા હોય તેવી પહેલી ઘટના છે. 

રાજ્યપાલની સત્તાઓ ઘટાડવા મમતા સરકારે ભર્યું પગલું 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બંગાળમાં વિશ્વવિદ્યાલયોમાં કુલપતિઓની નિયુક્તિને લઈને ખેંચતાણના સમાચાર આવ્યા હતા. મમતા સરકારે આ મામલે રાજ્યપાલની સત્તા ઘટાડવા માટે આ મોટું પગલું ભર્યું છે.

 

Download Our B K News Today App



Related News