પ્રભાસની બિગ બજેટ ફિલ્મની જાહેરાત, 'સલાર'માં ખૂંખાર અંદાજ જોવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 16:14:52
  • Views : 370
  • Modified Date : 2020-12-02 16:14:52

    ફિલ્મ 'KGF'ના પ્રોડ્યૂસર્સે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ બિગ બજેટ ફિલ્મની જાહેરાત કરી છે. તેલુગુ સિનેમાના 'બાહુબલી' એક્ટર પ્રભાસ આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરશે. સોશિયલ મીડિયામાં ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે, જેમાં પ્રભાસ એકદમ ખૂંખાર જોવા મળ્યો છે.પોસ્ટરનું બેકગ્રાઉન્ડ ગ્રે છે. પ્રભાસ પોસ્ટમાં ગન પકડીને ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યો છે. પોસ્ટર શૅર કરીને કહેવામાં આવ્યું છે, 'સલાર'માં પ્રભાસ. ધ મોસ્ટ વાયોલન્ટ મેન, જેને વન મેન કહેવામાં આવે છે. ધ મોસ્ટ વાયોલન્ટ.' મેકર્સે ફિલ્મને ઈન્ડિયન ફિલ્મ કહી છે. ફિલ્મમાં જબજસ્ત એક્શન સીન જોવા મળશે. ફિલ્મ અંગેની અન્ય માહિતી હજી સુધી રિલીઝ કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે હોમેબલે પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ 'KGF' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. હવે આ ફિલ્મની સિક્વલ આવી રહી છે.

     આ ફિલ્મ કન્નડ ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ તથા હિંદી ભાષામાં રિલીઝ થશે.નોંધનીય છે કે પ્રભાસ છેલ્લે એક્શન ફિલ્મ 'સાહો'માં જોવા મળ્યો હતો. હાલમાં પ્રભાસ પાસે ત્રણ બિગ બજેટ 'આદિપુરુષ', 'રાધેશ્યામ' તથા નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ત્રણેય ફિલ્મ હાલમાં અલગ-અલગ તબક્કામાં છે. આ ત્રણેય ફિલ્મનું બજેટ અંદાજે એક હજાર કરોડ રૂપિયા જેટલું છે.

Download Our B K News Today App



Related News