2022ની શરૂઆતમાં ઓલ ન્યૂ MPV આવશે, પેટ્રોલ અને ડીઝલ એન્જિનથી સજ્જ આ કારમાં અનેક સ્માર્ટ ફીચર્સ હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 12:52:58
  • Views : 486
  • Modified Date : 2020-12-17 12:52:58

    કિઆ મોટર્સ ઇન્ડિયા ઇન્ડિયન માર્કેટની મલ્ટિ પર્પઝ વ્હીકલ (MPV) કેટેગરીમાં તેની હાજરી વધારવા માટે કામ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં પ્રીમિયમ MPV કાર્નિવલ લોન્ચ કરવામાં આવી હતી. હવે કોરિયન કંપની લોઅર સેગમેન્ટમાં મિડ સાઇઝ MPVને વર્ષ 2022 સુધી લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપની તેના અપકમિંગ મોડેલને પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં લાવશે. કિઆ MPV, સેલ્ટોસ પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે. તેનું ડાયમેન્શન મારુતિ સુઝુકી અર્ટિગા (4,395mm લંબાઈ) અને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા (4,735mm લંબાઈ) અથવા તો મહિન્દ્રા મરાજો (4,585mm લંબાઈ) સમાન હોઈ શકે છે. કિઆની અપકમિંગ MPV સેલ્ટોસ (4,315mm લાંબી)થી થોડી મોટી હશે. જો કે, તેની લંબાઈ કાર્નિવલ (5,115mm લાંબી)થી નાની હશે. આ 7 સીટ પ્રમાણે પૂરતી સ્પેસ આપશે. એટલે કે પેસેન્જર્સ માટે સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ હશે. કિઆ MPV કંપનીની લેટેસ્ટ ડિઝાઇનવાળી અને બ્રાંડ સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રિલ અને શાર્પ હેડલેમ્પ સાથે આવશે.

  •     કિઆની મિડ-સાઇઝ SUV રિઅર વ્યૂ કેમેરા, સ્માર્ટફોન કનેક્ટિવિટી, એલોય વ્હીલ્સ, DRLs, પુશ બટન સ્ટાર્ટ, ક્રૂઝ કન્ટ્રોલ, પાવર વિંડોઝ અને એમ્બિઅન્ટ લાઇટ વગેરે જેવાં ફીચર્સથી સજ્જ હશે.તેનાં હાયર વેરિઅન્ટમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી, સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ, એર પ્યૂરિફાયર, 360-ડિગ્રી કેમેરા, બ્રાઇન્ડ સ્પોટ મોનિટર અને હેડ-અપ ડિસ્પ્લે મળી શકે છેઆજકાલ ડીઝલ એન્જિવાળી ગાડીઓની ડિમાન્ડ છે. પરંતુ કિઆ MPVને BS6 નોર્મ્સવાળા ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિનમાં લોન્ચ કરવામાં આવશે. તેને 1.5 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિનમાં રજૂ કરવામાં આવી શકે છે.

Download Our B K News Today App



Related News