એક્ટ્રેસે કહ્યું, ‘મારું વજન રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો, ઘણા સમય સુધી હું મારા શરીરને નફરત કરતી હતી’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 13:09:04
  • Views : 324
  • Modified Date : 2021-03-09 13:09:04

    વિદ્યા બાલનને પોતાના વજનને લીધે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. એક ઇન્ટરવ્યૂમાં વિદ્યાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘મારું વજન એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો. મેં જે પણ કર્યું તેના માટે તે ખરાબ સમયમાંથી બહાર નીકળવું જરૂરી હતું. તે સમયે આ જાહેર અને અપમાનજનક હતું. મારું ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી. કોઈ પણ સ્ટેજ લાસ્ટ હોતો નથી આવું કહેનારું કોઈ નહોતું.વિદ્યાએ બોડી શેમિંગના પ્રશ્ન પર જવાબ આપતા કહ્યું કે, ‘મેં પોતાને પ્રેમ કરવાનું અને સ્વીકારવાનું શરૂ કર્યું. લોકો મને સ્વીકાર કરવા લાગ્યા. તેમણે મારા વખાણ કર્યા. સમય સાથે મેં નક્કી કરી લીધું કે, મારું શરીર એકમાત્ર વસ્તુ છે, જેણે મને જીવિત રાખી છે. જે દિવસે મારું શરીર કામ નહિ કરે એ દિવસે હું ક્યાંય જઈ નહિ શકું. હું કેટલા કપરા સમયમાંથી પસાર થઇ રહી છું તે મહત્ત્વનું નથી પણ હું જીવિત આ શરીરને લીધે જ છું.’

     વિદ્યાએ કહ્યું, ‘હું પહેલેથી ફેટ ગર્લ હતી. હું એ નહિ કહું કે ક્યારેય મારું વજન વધ્યું-ઘટ્યું નથી અને મને તેનાથી જરા પણ તકલીફ નહિ થઇ. પરંતુ મેં બહુ લાંબો રસ્તો કાપ્યો છે. મારી જિંદગીમાં હોર્મોનલ ઈશ્યુ રહ્યા છે. ઘણા સમય સુધી હું મારા જ શરીરને નફરત કરતી હતી. મને લાગતું હતું કે તેણે મારી સાથે દગો કર્યો છે. જ્યારે મારી પર સારા દેખાવ માટેનું દબાણ આવતું હતું ત્યારે જ મારું શરીર વધી જતું હતું અને મને ગુસ્સો અને દુઃખ થતું હતું.

    વિદ્યાએ બોડી શેમિંગના પ્રશ્ન પર જવાબ આપતા કહ્યું કે, ‘મેં પોતાને પ્રેમ કરવાનું અને સ્વીકારવાનું શરૂ કર્યું. લોકો મને સ્વીકાર કરવા લાગ્યા. તેમણે મારા વખાણ કર્યા. સમય સાથે મેં નક્કી કરી લીધું કે, મારું શરીર એકમાત્ર વસ્તુ છે, જેણે મને જીવિત રાખી છે. જે દિવસે મારું શરીર કામ નહિ કરે એ દિવસે હું ક્યાંય જઈ નહિ શકું. હું કેટલા કપરા સમયમાંથી પસાર થઇ રહી છું તે મહત્ત્વનું નથી પણ હું જીવિત આ શરીરને લીધે જ છું.’

    નેશનલ ફિલ્મ અવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત વિદ્યા બાલને પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ‘હમ પાંચ’(1995)થી કરી હતી. 2005માં ‘પરિણીતા’ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂક્યો. એ પછી ‘લગે રહો મુન્નાભાઈ ’ , ‘ગુરુ’ , ‘પા’ , ‘ધ ડર્ટી પિક્ચર’ , ‘કહાની’ , ‘હમારી અધૂરી કહાની’ , ‘બેગમ જાન’ અને ‘મિશન મંગલ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તેની અપકમિંગ ફિલ્મ ‘શેરની’ આ વર્ષે રિલીઝ થઇ શકે છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138