24 વર્ષીય બેટ્સમેને 16 છગ્ગાની મદદથી વિસ્ફોટક સદી ફટકારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-17 08:57:51
  • Views : 95
  • Modified Date : 2024-01-17 08:57:51

ન્યુઝીલેન્ડના 24 વર્ષના બેટ્સમેન ફિન એલને પાકિસ્તાની બોલરોની એવી ધુલાઈ કરી, કે જે તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. ફિન એલને 94 મિનિટમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. આ ઈનિંગમાં તેણે 16 છગ્ગા ફટકાર્યા હતા. જે બાદ ફરી એકવાર પાકિસ્તાની બોલરોની પોલ ખૂલી ગઈ હતી.ન્યુઝીલેન્ડની ઈનિંગની શરૂઆત કરવા આવેલા ફિન એલન શરૂઆતથી જ આક્રમક દેખાતો હતો. તમે તેની આક્રમકતાને એ હકીકત પરથી સમજી શકો છો કે તેણે પોતાની ઈનિંગમાં બનાવેલા પહેલા 50 રનમાં સ્ટ્રાઈક રેટ 200ની આસપાસ હતો. જે બાદ પણ તેણે આક્રમક રમત ચાલુ જ રાખી હતી.ફિન એલને તેની ઈનિંગના પહેલા 50 રન માત્ર 22 બોલમાં જ બનાવી લીધા હતા. જે બાદ વધુ 26 બોલ રમી માત્ર 48 બોલમાં ધમાકેદાર સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં ફિન એલન દ્વારા ફટકારવામાં આવેલી આ બીજી સદી હતી. તેણે ક્રિઝ પર કુલ 94 મિનિટ વિતાવી અને આઉટ થતા પહેલા 62 બોલનો સામનો કરીને 137 રન બનાવ્યા. તેણે 5 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં 107 મીટરની લાંબી સિક્સર પણ સામેલ છે.ફિન એલને તમામ પાકિસ્તાની બોલરોને ફટકાર્યા હતા. જેમાં પાકિસ્તાનના પેસ આક્રમણના બે સૌથી મોટા માસ્ટર શાહીન આફ્રિદી અને હરિસ રઉફને સૌથી ખરાબ રીતે ફટકાર્યા હતા. શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 43 અને હરિસ રઉફે 60 રન આપ્યા હતા. ફિન એલનની વિકેટ લેનાર બોલર જમાન ખાન હતો, જેણે 4 ઓવરમાં 37 રન આપ્યા હતા.ફિન એલનની ધુંઆધાર સદીની અસર ન્યૂઝીલેન્ડ ટીમના સ્કોર બોર્ડ પર પણ પડી હતી. ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 224 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને પાકિસ્તાનને જીતવા 20 ઓવરમાં 225 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

Download Our B K News Today App



Related News