ફાઈનલ સહિત પ્લે-ઓફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, આ વખતે કોઈ ટીમ ઘરઆંગણે નહીં રમે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 16:37:47
  • Views : 372
  • Modified Date : 2021-03-07 16:37:47

    BCCIએ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 14નું શિડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ IPL-14ની સીઝન 9 એપ્રિલથી શરૂ થશે જે 30 મે સુધી ચાલશે. 52 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPLના તમામ મુકાબલા 6 શહેરો અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં જ થશે.

    તમામ 8 ટીમો વચ્ચે 52 દિવસમાં ફાઈનલ સહિત 60 મેચ રમાશે. ફાઈનલ અને પ્લે-ઓફની મેચ અમદાવાદમાં રમાશે. સીઝનનો પ્રારંભ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે શરૂ થશે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલી છે. લીગ સ્ટેજની 56માંથી ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. જ્યારે દિલ્હી અને અમદાવાદમાં 8-8 મેચ રમાશે.ગત સીઝનમાં કોરોના કારણે માર્ચ-એપ્રિલના બદલે સપ્ટેમ્બર-નવેમ્બરે રમાઈ હતી. આ વખતે ટૂર્નામેન્ટની ભારતમાં જ રમાશે. કોરોનાને કારણે પહેલી વખત કોઈ પમ ટીમ પોતાના ઘરઆંગણે મેચ નહીં રમે. આ વખતે 11 ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે. બપોરની મેચ 3.30 વાગ્યાથી રમાશે. જ્યારે સાંજની મેચ 7।30 વાગ્યાથી શરૂ થશે.

    કોરોનાને કારણે ટૂર્નામેન્ટ બાયો બબલમાં રમાશે. લીગ સ્ટેજ દરમિયાન દરેક ટીમ ત્રણ વખત જ યાત્રા કરીને પોતાની મેચ પૂરી કરી લેશે. મહામારીને કારણે શરૂઆતમાં ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં આપવામાં આવે. જે બાદ જો પરિસ્થિતિ સારી રહી અને સરકારની સાથે બોર્ડને યોગ્ય લાગશે તો ફેન્સને એન્ટ્રી આપવામાં આવી શકે છે.દિલ્હી કેપિટલ્સ (DD) અને ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)ને ડબલ હેડર અંતર્ગત 2-2 મેચ બપોરે રમવાના છે. આ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), રાજસ્થાન રોયલ્સ (RR), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), પંજાબ કિંગ્સ (PK), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) 3-3 મેચ બપોરના ટાઈમમાં રમવાના થશે. ટૂર્નામેન્ટનમાં પ્રથમ ડબલ હેટર 18 એપ્રિલે RCB અને KKR વચ્ચે રમાશે.

    IPLના ઈતિહાસમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત ખિતાબ જીત્યો છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્યિન રહ્યું. બીજી નંબરે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનવાળી ચેન્નાઈ ટીમે 3 વખત (2010, 2011, 2018)માં ખિતાબ પોતાના નામે કર્યો છે. CSK સૌથી વધુ 8 ફાઈનલ રમી છે. આ દરમિયાન 5 વખત (2008, 2012, 2013, 2015, 2019) રનરઅપ રહી.

    કોલકાતા અને હૈદરાબાદે 2-2 વખત ખિતાબ જીત્યો. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન રહ્યું. એક વખત રાજસ્થાને 2008માં ટાઈટલ પોતાના નામે કર્યું. આ ટૂર્નામેન્ટની પહેલી સીઝન હતી. પંજાબ, દિલ્હી અને બેંગલુરુ હજુ સુધી એક પણ વખત ખિતાબ જીતી શક્યા નથી. ગત સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વખત ટાઈટલ જીત્યું હતું.

Download Our B K News Today App



Related News