ઠાકરે પરિવારની ત્રીજી પેઢી પહેલી વાર વિધાનસભામાં જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 13:06:36
  • Views : 355
  • Modified Date : 2019-10-25 13:06:36

શિવસેનાનો ગઢ માનવામાં આવતી વરલી બેઠક પરથી શિવસેના યુવા નેતા આદિત્ય ઠાકરે રાષ્ટ્રવાદીના સુરેશ માને સામે જીતી ગયા હતા. આદિત્યના રૂપમાં ઠાકરે પરિવારની ત્રીજી પેઢી પહેલી જ વાર વિધાનસભામાં જશે.આ બેઠક શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. શિવસેનાએ આદિત્યને અહીંથી ઉતાર્યા હતા. ખરેખર તો આ બેઠક આદિત્ય માટે જીતવાનું આસાન હતું અને અપેક્ષા પ્રમાણે તેઓ જીતી પણ ગયા છે. તેમને 89,248 મલ મળ્યા હતા, જ્યારે રાષ્ટ્રવાદીના સુરેશ માનેને 21,821 મત મળ્યા હતા. આમ, તેઓ 67,000થી વધુ મતથી જીતી ગયા છે. ખાસ કરીને આ બેઠક પર 6500 મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો છે.વરલીમાં 2009ની વિધાનસભાની ચૂંટણી બાદ કરતાં શિવસેનાનો જ ઉમેદવાર અહીંથી ચૂંટાઈ આવે છે. આ બેઠક પર શિવસેનાના સ્થાનિક ઉમેદવારે જો આદિત્ય ઊભા રહેતા હોય તો હું બાજુમાં હટવા તૈયાર છું એવું અગાઉથી જ ઘોષિત કર્યું હતું. ઉપરાંત આ બેઠક પરના રાષ્ટ્રવાદીના મજબૂત નેતા સચિન અહિર ચૂંટણી પૂર્વે શિવસેનામાં જોડાયા હતા તેનો પણ પ્રભાવ માનવામાં આવે છે.

Download Our B K News Today App



Related News