તિરંગાનું ઘોર અપમાન ! કચરાની ગાડીમાં લાવીને લોકોને વહેંચી રહ્યા છે રાષ્ટ્રીય ધ્વજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-14 14:50:31
  • Views : 543
  • Modified Date : 2022-08-14 14:51:55

તિરંગાનું ઘોર અપમાન ! કચરાની ગાડીમાં લાવીને લોકોને વહેંચી રહ્યા છે રાષ્ટ્રીય ધ્વજ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત 13 ઓગસ્ટથી થઈ ગઈ છે. જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. સૌ કોઈ આ અભિયાનનો ભાગ બનવા માટે પોતપોતાના ઘર પર તિરંગો ઝંડો ફરકાવી રહ્યા છે. આ તમામની વચ્ચે રામનગર અયોધ્યા જિલ્લામાં તિરંગાનું અપમાન થતું હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. 

આ અગાઉ અખિલેશ યાદવે બુલંદશહેર જિલ્લાનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે, કોઈના પણ માટે દેશનો ઝંડો માન છે અને કોઈના માટે વેચવાનો સામાન છે. ભાજપાઈ દરેક વાતે દુકાન લગાવાનું બંધ કરે. 20-20 રૂપિયામાં તિરંગો વેચવાનો હાપુડ જિલ્લામાંથી એક વીડિયો અખિલેશ યાદવે શેર કર્યો હતો. વીડિયો શેર કરતા ભાજપને પૂછ્યું હતું કે, ભાજપના કાર્યાલયો તિરંગાની દુકાન બની ગયા છે. ભાજપ બતાવે તિરંગા પર કેટલો જીએસટી આપવો પડશે ? 

એટલુ જ નહીં અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના એક ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું કે, જેમાં ભાજપના નેતાએ તિરંગા ઝંડાને ઉલ્ટો પકડ્યો છે. સમાજવાદી પાર્ટીએ ફોટોને ટ્વિટ કરતા લખ્યું છે કે, ભાજપના નેતાઓ સતત તિરંગાનું અપમાન કરતા રહ્યા છે. આ જ ક્રમમાં પૂર્વ સાંસદ પણ ઉલ્ટો તિરંગો પકડીને પોતાની નકલી રાષ્ટ્રભક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. 

 

 

Download Our B K News Today App



Related News