મતદાર યાદીમાં તેજસ્વીના નામની આગળ કોઈ અન્યનો ફોટો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 15:06:06
  • Views : 823
  • Modified Date : 2019-05-19 15:06:06

બિહારમાં આજે લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અત્યારે રાજ્યમાં નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, અરવલ, બક્સર, કારાકાટ અને જાહાનાબાદ લોકસભા સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે. જોકે, આ દરમિયાન ચૂંટણી પંચની મોટી ભૂલ બહાર આવી છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે, પરંતુ તેના નામની સામે ખોટો ફોટો છપાયેલો છે.તેજસ્વી યાદવનું નામ વેટરનરી કોલેજ ખાતેના મતદાન કેન્દ્રમાં છે, પરંતુ અહીં આ ચૂક જોવા મળી છે. આ ગરબડ બાદ ચૂંટણી પંચે કડક આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે, મતદાર યાદી સાથે ચેડા કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News