વરુણ ધવન સ્ટારર ફિલ્મ 'ભેડિયા'નું ટીઝર રિલીઝ

  • Published By :
  • Published Date : 2022-09-30 14:12:55
  • Views : 290
  • Modified Date : 2022-09-30 14:12:55

ફિલ્મ નિર્દેશક અમર કૌશિકના વિસ્ફોટક રેપ અને જબરદસ્ત ક્રિએટિવ કોમેડીની ઝલક જોવા મળી રહી છે. આ વિડિયોમાં એક નાનું શહેર, એક સમુદાય, એક જંગલ અને પ્રાણી વરુને સુંદર રીતે રજૂ કરાયા છે. વરુણ ધવન અને કૃતિ સેનનની આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ, ભેડિયા 25 નવેમ્બર 2022ના રોજ થિયટેરમાં રજૂ થશે. આ ફિલ્મને લઇને એક નવું ટ્રેલર ડેટની જાહેરાતનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. વરુણ ધવન રાત્રે જંગલની વચ્ચે દોડતો અને અગ્નિના રૂપમાં વરુ ફિલ્મના મજબૂત VFX બતાવે છે. ટીઝરમાં એક જબરદસ્ત રેપ પણ છે, જે તમને જણાવે છે કે, કેવી રીતે વરુ મનુષ્યને પોતાનો ખોરાક બનાવશે. ફિલ્મનો ટ્રેલર વીડિયો 19 ઓક્ટોબરે રિલીઝ થશે. મેકર્સનો દાવો છે કે, આ વિડિયો માત્ર 30% છે. આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ફુલ એન્ટરટેમેન્ટ આપશે. ફિલ્મ 'વુલ્ફ'ના ટ્રેલરની જાહેરાત તારીખનો વિડિયો મેડોક ફિલ્મ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોનો અંત ફિલ્મના ટ્રેલરની તારીખની જાહેરાત કરતી વખતે કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139