ટીમ સાઉથીએ ભારત પ્રવાસ પહેલા કેપ્ટનશિપ છોડી:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-02 18:26:58
  • Views : 245
  • Modified Date : 2024-10-02 18:26:58

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ ભારત પ્રવાસ પહેલા જ કેપ્ટનશિપ છોડી દીધી છે. તેના સ્થાને ટોમ લોથમને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે 16 ઓક્ટોબરથી ભારતીય પ્રવાસ પર આવનારી કિવી ટીમની કેપ્ટનશિપ કરશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે મંગળવારે રાત્રે આ જાણકારી આપી.35 વર્ષના સાઉથીએ કહ્યું- 'મેં ટીમના હિતમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ મારા માટે ખૂબ જ ખાસ રહી છે. મેં મારી કારકિર્દીમાં હંમેશા ટીમને પ્રાથમિકતા આપી છે અને હું માનું છું કે આ નિર્ણય ટીમ માટે યોગ્ય છે. હવે હું મારા પ્રદર્શન પર ધ્યાન આપી શકું છું અને ટીમને વધુ સારી રીતે સેવા આપી શકું છું.'સાઉથીએ ડિસેમ્બર 2022માં કેન વિલિયમસનનું સ્થાન લીધું. સાઉથીએ 14 ટેસ્ટ મેચમાં ટીમની કમાન સંભાળી હતી, જેમાંથી 6માં જીત, 6માં હાર અને 2 મેચ ડ્રો રહી હતી.શ્રીલંકા સામેની સિરીઝ 2-0થી હારી સાઉદીની કપ્તાનીમાં ન્યૂઝીલેન્ડની ટીમ ગયા અઠવાડિયે શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી હારી ગઈ હતી. શ્રીલંકાની ટીમ ગાલેમાં રમાયેલી પ્રથમ મેચ 63 રને હારી ગઈ હતી જ્યારે બીજી મેચમાં ટીમને એક ઇનિંગ્સ અને 154 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં સાઉથીએ 49 ઓવર નાંખી અને માત્ર 2 વિકેટ જ લઈ શક્યો હતો.સાઉથી છેલ્લી 8 ટેસ્ટમાં માત્ર 12 વિકેટ લઈ શક્યો ટિમ સાઉથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લી 8 મેચમાં તે માત્ર 12 વિકેટ જ લઈ શક્યો છે.16 ઓક્ટોબરથી બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાશે. ત્યાર બાદ બીજી મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં અને ત્રીજી મેચ પહેલી નવેમ્બરથી મુંબઈમાં રમાશે. જો કે ભારતીય પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી નથી.

 

Download Our B K News Today App



Related News