ત્રણ તલાક બિલ રજૂ, કાયદા મંત્રીએ કહ્યું- આ લૈંગિક સમાનતા અને મહિલાઓના સન્માનની વાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 12:51:52
  • Views : 473
  • Modified Date : 2019-07-30 12:51:52

દા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આજે ત્રણ તલાક બિલ રજૂ કરી દીધું છે. હવે બિલ પર 4 કલાક ચર્ચા ચાલશે. રવિશંકરે કહ્યું છે કે, આ બિલ લૈંગિક સમાનતા અને મહિલાઓના સન્માન મામલે છે. ત્રણવાર તલાક કહીને દીકરીઓને છોડી દેવામાં આવે છે તે હવે સહન કરી શકાય એમ નથી.આ બિલ 25 જુલાઈએ લોકસભામાં પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. લોકસભામાં બિલના પક્ષમાં 303 અને વિરોધમાં 82 મત પડ્યા હતા. ત્યારે કોંગ્રેસ, તૃણમૂલ, સપા અને ડીએમકે સહિત અન્ય પાર્ટીઓએ બિલનો વિરોધ કરીને વોટિંગ પહેલાં જ ગૃહમાંથી વોક આઉટ કરી લીધું હતું.આ પહેલાં 16મી લોકસભામાં પણ ત્રણ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ ત્યારે બિલ રાજ્યસભામાં અટક્યું હતું. રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી. તે સાથે જ સહયોગી પક્ષ જેડીયુએ પણ તેનો વિરોધ કર્યો હતો. આ જ કારણથી ભાજપે દરેક સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે.રાજ્યસભાનું ગણિતભાજપને બીજેડી, ટીઆરએસ અને વાયએસઆરથી આશામોદી સરકારે આ પહેલાં બીજૂ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને વાયએસઆર કોંગ્રેસના સમર્થનથી ગયા સપ્તાહમાં આરટીઆઈ સુધારણા બિલ રાજ્યસભામાં પસાર કર્યું હતું. ત્રણ તલાક બિલને પણ રાજ્યસભામાં પસાર કરાવવા માટે ભાજપને આ પક્ષના સમર્થનની ફરી જરૂર છે. આ બિલમાં ત્રણ તલાકને ગેરકાયદે ગણાવીને 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News