તામિલનાડુ-કેરળમાં ભારે વરસાદ: જનજીવન ઠપ થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 15:27:07
  • Views : 366
  • Modified Date : 2019-10-22 15:27:07

તામિલનાડુ અને કેરળમાં સોમવારે ભારે વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાયાં હતાં અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.અગમચેતી રૂપે આજે મંગળવારે સ્કૂલ કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જનજીવન ઠપ થઇ ગયું હતું. સૌથી વધુ ખરાબ સ્થિતિ તામિલનાડુ અને નોર્થ કર્ણાટકની હતી. તામિલનાડુના રામનાથપુરમ વિસ્તારમાં સડકો પર ભરાયેલાં પાણી ઘરોમાં ઘુસી ગયા્ં હતાં.આમ તો દક્ષિણનાં રાજ્યોમાં બે ચોમાસાં હોય છે એટલે ફરી વરસાદ આવ્યો એની લોકોને કોઇ નવાઇ નહોતી લાગી પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં મૂસળધાર વરસાદે કાળો કેર વર્તાવી દીધો હતો.15 ઓક્ટોબરથી આમ તો ચોમાસાએ વિદાય લીધી હતી પરંતુ અચાનક ફરી રવિવારે વાતાવરણ બદલાયું હતું અને રવિવાર સાંજથી ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી ચાર પાંચ દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હતી.

Download Our B K News Today App



Related News