જો કોઇ સાંસદ ધર્મ કે જાતિના આધારે ચર્ચા કરશે તો હું કાર્યવાહી કરીશઃ ઓમ બિરલા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 17:59:04
  • Views : 463
  • Modified Date : 2022-12-13 17:59:04


લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ સોમવારે કોંગ્રેસના એક સાંસદ દ્રાવાર કરાયેલા નિવેદન સામે સખત વાંધો ઉઠાવતાં ચેતવણીના સૂરોમાં કહ્યું હતું કે જો કોઇ પમ સાંસદ ધર્મ કે જાતિના આધારે ચર્ચા કરવાનો પ્રયાસ કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડશે. વાસ્તવમાં કોંગ્રેસના સાંસદ રેવંત રેડ્ડીએ લોકસભાના પ્રશ્ન કલાક દરમ્યાન નાણાંમંત્રી નિર્મલા સીતારમણના એક નિવેદન બાબતે પોતાની જાતિને લગતું નિવેદન કર્યું હતું.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એમ કહ્યું હતું કે માનનીય સંસદસભ્ય એમ કહી રહ્યા છે કે તે તેલંગાણાથી આવે છે તેથી તેમની હિન્દી ભાષા થોડી નબળી છે, પરંતુ હું પણ મારી નબળી હિંદીમાં જ જવાબ આપું છું. નિર્મલા સીતારમણનો આ જવાબ સાંભળીને ઉશ્કેરાઇ ગયેલા સાંસદ રેડ્ડીએ લોકસભા સ્પિકરને ફરિયાદ કરી હતી કે નાણામંત્રી મારી નબળી હિંદીની ટીકા કરી છે. રેડ્ડીની આ ફરિયાદના જવાબમાં સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી અર્જુનરામ મેઘવાલે સખત વાંધો ઉઠાવતા કહ્યું હતું કે સાંસદ રેડ્ડી આ ગૃહનું વર્ગીકરણ કરી રહ્યા છએ, અર્થાત ગૃહના સભ્યોને ભાષા આધારિત વિભાજીત કરી રહ્યા છે.

ત્યારબાદ લોકસભા સ્પિકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સાંસદ એમ કહ્યું હતું કે હું આ જાતિમાંથી આવું છું, પરંતુ તમે યાદ રાખો કે તમે જાતિ કે ધર્મના આધારે ચૂંટાઇને નથી આવતાં, તેથી મહેરબાની કરીને આવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં, નહીં તો મારે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તમે અહીંયા ધર્મ કે જાતિ આધારિત કિ ચર્ચા કરશો નહીં. સ્પિકરની સ્પષ્ટતા કરવા છતાં રેડ્ડીએ ઉભા થઇને બોલવાનો પ્રયાસ કરતા લોકસભા સ્પિકર ઉશ્કેરાઇ ગયા હતા અ કહ્યું હતકું કે જો તમે વારંવાર ઉભા થવાનો પ્રયાસ કરશો તો હું તમને બહાર તગેડી મુકીશ.

Download Our B K News Today App



Related News