વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં સરકારને ૧૬૯ ધારાસભ્યોનું સમર્થનમહારાષ્ટ્ર ઉદ્ધવ ઠાકરેની સરકારે બહુમતિ સાબિત કરી તકલીફ દુર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-01 12:00:46
  • Views : 376
  • Modified Date : 2019-12-01 12:00:46

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે
વિધાનસભામાં બહુમતિ પુરવાર કરી દીધી છે. આની સાથે જ ઉદ્ધવ ઠાકરેની સરકારે પ્રથમ અડચણને દુર કરી દીધી છે. નવી ઉદ્ધવ ઠાકરેની સરકારને ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં ૧૬૯ ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું. જ્યારે ચાર ધારાસભ્યોએ કોઈની પણ તરફેણમાં મત આપ્યા ન હતા. ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. જેથી વોટિંગ દરમિયાન સરકારની સામે એક પણ મત પડ્યા ન હતા. કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેની સરકારને લઈને વિશ્વાસ મત રજુ કર્યો હતો. આ પ્રસ્તાવને એનસીપીના નવાબ મલિક અને શિવસેનાના સુનિલ પ્રભુએ ટેકો આપ્યો હતો. વિશ્વાસ મત પ્રસ્તાવ હેઠળ પહેલા તમામ સભ્યો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના મતોની ગણતરી કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ભાજપના ધારાસભ્યોએ સત્રને નિયમ હેઠળ ન બોલાવવાને લઈને વોક આઉટ કર્યો હતો. મિડિયા સાથે વાતચીત કરતા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે, પ્રોટેમ સ્પીકરની પસંદગી ખોટી રીતે કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીઓ દ્વારા જે રીતે શપથ લેવામાં આવ્યા છે તે પણ ખોટા છે. કોઈએ સોનિયા ગાંધી અને કોઈએ બાલાસાહેબ ઠાકરેના ઉપર શપથ લીધા હતા. જે  અયોગ દેખાઈ આવે છે. દાદાગીરી ચાલશે નહીં તેવા સુત્રોચ્ચાર કરીને ભાજપના ધારાસભ્યો બહાર નીકળી ગયા હતા. ફડનવીસે કહ્યું હતું કે, ફ્લોર ટેસ્ટ નિયમિત સ્પીકર નક્કી કરવામાં આવ્યા બાદ કરવામાં આવે છે પરંતુ સરકારે ભયના કારણે આવુ કર્યું નથી. ફડનવીસે કહ્યું હતું કે, અમે રાજ્યપાલને આ સંબંધમાં પત્રો આપનાર છે. ગૃહની
કામગીરીને યોગ્ય રીતે હાથ ધરવામાં આવે તેવી અમે માંગ કરે છે. શાસક પક્ષના તમામ ધારાસભ્યોએ એક એક કરીને નંબર બોલ્યા હતા. આ ગાળા દરમિયાન એક રોચક બાબત પણ જાવા મળી હતી. એનસીપીના નેતા જીતેન્દ્રએ પોતાનો નંબર ૨૦ કર્યો હતો. જ્યારે તેઓ પોતે ૧૬ નંબર પર હતા. આને લઈને સાથીઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. ફ્લોર ટેસ્ટ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા સરકારની તરફેણમાં મત આપ્યા ન હતા. આ ઉપરાંત અન્ય ત્રણ ધારાસભ્યોએ પણ કોઈ પણ પક્ષમાં મત આપ્યા ન હતા. રાજ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પરિવારના ભાઈ તરીકે છે.
સત્રની શરૂઆત થતાની સાથે જ ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે, સત્ર નિયમની વિરુદ્ધમાં બોલાવવામાં આવ્યું છે. ગૃહની કામગીરી વંદે માતરમથી શરૂ થવાને બદલે અલગ રીતે થઈ હતી.

Download Our B K News Today App



Related News