તાજમહાલના પર્યટકોને મળશે શુદ્ધ હવા: ઉત્તર પ્રદેશની સરકારે એર પ્યુરીફાયર ગોઠવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:51:50
  • Views : 392
  • Modified Date : 2019-11-04 12:51:50

આગ્રાના જગવિખ્યાત તાજમહાલની મુલાકાતે આવનારા તમામ પર્યટકોને આ ઐતિહાસિક સ્મારકની આસપાસ ચોખ્ખી હવા મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી.ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્થાનિક અધિકારી ભુવન યાદવે મિડિયાને કહ્યું હતું કે અહીં આવનારા પ્રવાસીઓ પ્રદૂષણની ચિંતા ન કરે. અમે અહીં એર પ્યુરીફાયર કામે લગાડ્યું છે. અહીં દુનિયાભરના પ્રવાસી-પર્યટકો આવતાં હોય છે એ હકીકત અમે જાણીએ છીએ.છેલ્લા થોડા દિવસથી સહેલાણીઓની એવી ફરિયાદ હતી કે ધૂમાડા જેવા પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા ઉપરાંત આંખો બળતી હતી અને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તાજમહાલ બરાબર દેખાતો નહોતો. એની સાથે ફોટોગ્રાફ લેવા માગતા ઘણા પ્રવાસીઓ આ કારણે અપસેટ રહેતા હતા. એવા કેટલાક પ્રવાસીઓએ સ્થાનિક અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે અહીં એર પ્યુરીફાયર લગાડવાનો આદેશ આપ્યો હતો. એટલે હવે તાજમહાલ જોવા આવનારા લોકોને પ્રદૂષણની પ્રતિકૂળ અસર નહીં થાય.ભુવન યાદવે કહ્યું કે તાજમહાલની આસપાસ બે એર પ્યુરીફાયર લગાડવામાં આવ્યા છે તેથી હવે સહેલાણીઓએ ચિંતા કરવાની જરૂર નહીં રહે.


Download Our B K News Today App



Related News